હવે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને છેતરવાનું શરૂ, આ રીતે ગઠિયાઓ કરી રહ્યા છે કરોડોનો 'કાંડ'
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ ત્યાર બાદ ન્યૂડ વિડિયો કોલ, બાદમાં લોન એપ્લિકેશન ફ્રોડ, બાદમાં વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયું અને હવે ફરીથી વર્ક ફ્રોમ હોમનાં નામે લોકો સાથે સાઇબર ગઠિયાઓએ ચેતરપીંડીની શરૂઆત કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: સાઇબર ગઠિયાઓ હવે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. કોરોના કાળ બાદ બંધ થયેલી આ મોડ્સ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓએ ફરીથી શરૂ કરી છે અને લોકોને પોતાના શિકાર બનાવવાના શરૂ કર્યા છે. આ અંગે ફરિયાદો વધતા અમદાવાદ સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે અને કાર્યવાહી શરૂ કરી છે તો જોઈએ કઈ રીતે વર્ક ફ્રોમ હોમનાં નામે થઈ રહી છે છેતરપીંડી.
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ ત્યાર બાદ ન્યૂડ વિડિયો કોલ, બાદમાં લોન એપ્લિકેશન ફ્રોડ, બાદમાં વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયું અને હવે ફરીથી વર્ક ફ્રોમ હોમનાં નામે લોકો સાથે સાઇબર ગઠિયાઓએ ચેતરપીંડીની શરૂઆત કરી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાઇબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેનાથી લલચાઈને લોકો આવી લિંક ઓપન કરે છે અને પોતાની ડીટેલ ભરે છે. જેનાથી સાઇબર ગઠિયાઓએ આસાનીથી લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેત્તરપીંડી આચરે છે.
મહત્વનું છે કે સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સમયાંતરે પોતાની પદ્ધતિઓ બદલે છે. લોકોને કોઈ પદ્ધતિનો ખ્યાલ આવી જાય ત્યારે સાઇબર ગઠિયાઓ નવી પદ્ધતિથી લોકોને છેતરે છે. ત્યારે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકોને છેતરવા ગઠિયાઓ સક્રિય બન્યા છે. કોઈ જાણીતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે.
સામાન્ય કામ કે જે મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કરી શકે છે અને પૈસા કમાઇ શકે છે. જેની લાલચમાં આવી લોકો આવી જાહેરાતોની લિંક ઓપન કરી પોતાની માહિતી આપે છે અને બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે જેનાથી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ સામે આવી છે.
હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાઇબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ વધુ સક્રિય બન્યું છે અને આવી લિંકો પર કાર્યવાહી કરી તેને બંધ કરાવી રહી છે. મહત્વનું છે કે સાઇબર ક્રાઇમ પણ લોકોને અપીલ કરી રહી છે. કે આ પ્રકારે અજાણી લિંક ઓપન કરવી નહીં અને પોતાની બેન્ક ડીટેલ પર શેર કરવી નહિ. જો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ પોલીસ લોકોને અપીલ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે