વડોદરા: લાખો રૂપિયા ફી ઉઘરાવતી બ્રાઇટ ડે સ્કુલમાં વિદ્યાર્થીનાં માથામાં પંખો પડ્યો
Trending Photos
વડોદરા : વડોદરા શહેરનાં વાસણા ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કુલની ગંભીર બેદરકારી સામે આવી છે. બુધવારે સાંજે 05.30 વાગ્યે બ્રાઇટ સ્કુલમાં સીબીએસઇ ઘો-3ના એક ક્લાસમાં ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો હતો. જેમાં ગુણેશ નિલેશભાઇ ચિતલીયા નામનાં વિદ્યાર્થીનાં માથાના ભાગે ઇજા થઇ હતી. જેને આંઠ ટાંકા આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીને ઇજા થઇ હતી. જેથી બંન્નેએ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
10000 લોકોએ નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી: કોંગ્રેસનો મોટો ખુલાસો
વડોદરા શહેરની બ્રાઇટ ડે શાળાઓ તગડી ફી વસુલે છે તેમ છતા પણ સ્કુલમાં યોગ્ય સુવિધાઓ આપતી નથી. પંખાનું પણ મેઇન્ટેન્સ પણ કરવામાં આવતું નથી. વિદ્યાર્થઓને ભગવાન ભરોસે મુકી દેવામાં આવે છે. પંખો પડવાની ઘટનાને પગલે વાલીઓ મોટા પ્રમાણમાં શાળા સંકુલમાં એકત્ર થઇ ગયા હતા. દરમિયાન સંચાલકોપણ આવતા તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. શાળાની બેદરકારી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતા ડીઇઓ કચેરી દ્વારા તત્કાલ શાળાને નોટિસ ફટકારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે