મોરબી જિલ્લાનું એક એવું ગામ જે સામાન્ય વરસાદ પડતાની સાથે જ થઇ જાયછે સંપર્ક વિહોણું
Trending Photos
મોરબી: જિલ્લાના ટંકારા તાલુકામાં આવતુ મેઘપર ઝાલા ગામ હાલમાં સંપર્ક વિહોણું થઈ ગયું છે, કારણ કે વરસાદ પડતાની સાથે જ કોઝવે ઉપર પાણી આવી જાય છે. પાણી ઉતરે નહી ત્યા સુધી ગામમાથા લોકો બહાર જઇ શકતા નથી. બહાર ગયેલા લોકો તેના ઘરે પાછા આવી શકતા નથી. મોરબી જિલ્લામાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે ઘણા ગામોની અંદર ખેતીના પાકને નુકસાન થાય અને અન્ય નુકસાન થતું હોય તેવું સામે આવતું હોય છે, પરંતુ ટંકારા તાલુકાનું મેઘપર ઝાલા ગામ દર વર્ષે ચોમાસામાં લગભગ મોટાભાગના દિવસો જ્યારે ભારે વરસાદ પડતો હતો ત્યારે સંપર્ક વિહોણુ થઈ જાય છે.
આ ગામની અંદરથી લોકો બહાર નીકળી નથી શકતા અને બહાર ગયેલા લોકો પોતાના ઘરે પોતાના ગામમાં પર જઈ નથી શકતા. ત્યારે ગામની અંદર કોઈપણ મેડિકલ કેસ અથવા તો સગર્ભા મહિલાને જો હોસ્પીટલે પહોંચાડવા હોય તો પણ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણકે કોઝવે ઉપર સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી આવી જતું હોય છે. હાલમાં આઠ કલાકથી વરસાદ ન હોવા છતાં પણ આ કઝવે પરથી અત્યારે બે ફૂટ કરતાં વધારે પાણી પસાર થઈ રહ્યું છે.
ગામના લોકો હાલમાં પાણી ઊતરવાની રાહ જોઇને બંને છેડા ઉપર બેઠા હોય છે. આ ગામની આઠ સો લોકની વસ્તી છે. મજુરો સહિતના પરિવારોને ગણી લેવામાં આવે તો કોઝવે ઉપર પાણી આવી જવાથી ૧૫૦૦ જેટલા લોકો સંપર્ક વિહોણા થઇ જતા હોય છે. માટે તાત્કાલિક તેનો કોઇ ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે