શરૂ થયો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ શ્રાવણી લોકમેળો! સારા વરસાદ માટે કરાઈ પ્રાર્થના

મોરબી જિલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ત્યારે સારા વરસાદ અને મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. 

શરૂ થયો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌ પ્રથમ શ્રાવણી લોકમેળો! સારા વરસાદ માટે કરાઈ પ્રાર્થના

હિમાંશું ભટ્ટ/મોરબી: શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે. જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે. પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ત્યારે સારા વરસાદ અને મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. 

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોચે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે 3 કિ.મી દૂર આવેલા જડેશ્વર મહાદેવ કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે. તેના સાનિધ્યમાં યોજાઈ છે.

આ મેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે.જેનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું, ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી સહિતના હાજર રહ્યા હતા રહેવાના છે અને આ મેળો રવિવાર અને સોમવાર બે દિવસ માટે યોજાય છે.

મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડે છે અને ત્યારે ત્યાં યોજાતા બે દિવસીય મેળાનો પણ લાભ લેતા હોય છે વધુમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે જડેશ્વર મહાદેવને સારા વરસાદ અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news