અમદાવાદ: RTOમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ આવ્યું સામે

RTOમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓની ધરપકડ કરી આ કૌભાંડમાં RTOમાં કોન્ટ્રાકટ પર કામ કરતા લોકો પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. નોંધનીય છે કે, લાયસન્સ બનાવવા માટે પોલેન્ડથી એક ખાસ પેન ડ્રાઈવ પણ મંગાવવામાં આવી હતી.

અમદાવાદ: RTOમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ આવ્યું સામે

મૌલિક ધામેચા/અમદાવાદ: RTOમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓની ધરપકડ કરી આ કૌભાંડમાં RTOમાં કોન્ટ્રાકટ પર કામ કરતા લોકો પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. નોંધનીય છે કે, લાયસન્સ બનાવવા માટે પોલેન્ડથી એક ખાસ પેન ડ્રાઈવ પણ મંગાવવામાં આવી હતી.

ઘરપકડ કરાયેલા આરોપી પર સાગરિતો સાથે મળી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનો આરોપ છે. વસ્ત્રાલના ARTO ગોવિંદ સોલંકીને શંકા ગઈ કે તેમના આઈડી અને પાસવર્ડનો ખોટી રીતો ઉપયોગ કરી લાયસન્સનુ કૌભાંડ કરવામાં આવ્યુ છે. જે અંગેની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. જોકે તપાસ કરતા ચોંકાવનારી હકીકત ત્યારે સામે આવી કે નાતાલના દિવસે રજા હોવા છતા લાયસન્સ ઈશ્યુ થયા હતા.

તાપી: વ્યારામાં સામાન્ય બાબતમાં પિતાએ કુહાડી ઘા મારી પુત્રની કરી હત્યા

પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે, આરોપી ગૌરવ સાપોવડીયા MCAનો અભ્યાસ કરેલો છે. અને તે માસ્ટર માંઈડ છે. આ ગૌરવે પોલેન્ડથી ખાસ એક પેન ડ્રાઈવ પણ મંગાવી હતી. અને તે પેન ડ્રાઈવ તેને જીગ્નેશ મોદીને આપી હતી. જેનાથી જીગ્નેશ મોદીએ RTOના કર્મચારીના મદદથી પેન ડ્રાઈવ ARTO અને અન્ય કર્મચારીઓના પીસીમાં નાખી તેમાથી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લીધા હતા.

એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી

ગૌરવે ત્યારબાદ જામનગરથી બેસીને તેનો ઉપયોગ કરી બેકલોગન એન્ટ્રી કરેલ હતી. પછીથી તમામ લાયસન્સ માટે આવતા પોતાના અરજદારોને આરોપી જીગ્નેશ મોદી અને સંકેત લાયસન્સ હોલ્ડરના એડ્રેસ ચેન્જ કરી ડુપ્લીકેટ લાયસન્સની અરજી કરી વસ્ત્રાલમાંથી લાયસન્સ મેળવી લેતા હતા. પોલીસનુ કહેવુ છે કે, આ માટે આરોપીઓ 6500 થી 20000 સુધી રકમની વસુલતા હતા.

જુઓ Live TV:- 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ કૌભાંડ માત્ર વસ્ત્રાલ RTO નહી પરંતુ અન્ય RTOમાંથી પણ થયુ હોય શકે છે. જે શંકાનાં આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે કે, આરોપીઓએ અન્ય કેટલા જીલ્લાઓમાં આ પ્રકારને કૌભાંડ આચરી ચુક્યા છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news