અમદાવાદ BRTS અકસ્માતના Exclusive CCTV : ભાઈઓએ ઉતાવળે બાઈક ચલાવ્યું કે, પછી ડ્રાઈવરનો વાંક હતો?
અમદાવાદ (Ahmedabad) માં આજે સર્જાયેલા બીઆરટીએસ અકસ્માત (BRTS Accident) ના એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી (CCTV) ની જે તસવીર સામે આવે છે, તેમાં હાલ પૂરતુ લાગે છે કે, બાઈકચાલક બસની સાઈડથી ઘૂસ્યો છે અને બસના પૈડા નીચે કચડાયો છે. હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ થઈ રહી છે કે, ખરેખર તેઓ ટ્રાફિક સિગ્નલ (traffic signal) નો ભંગ કરીને ઉતાવળે આગળ ગયો છે કે બસ ઓવરસ્પીડ હતી. તો બીજી તરફ બીઆરટીએસના સંચાલકોનું કહેવુ છે કે, બીઆરટીએસ કોરિડોરમાં વધુ સ્પીડથી બસ હંકારવી શક્ય જ નથી.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં આજે સર્જાયેલા બીઆરટીએસ અકસ્માત (BRTS Accident) ના એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી (CCTV) ની જે તસવીર સામે આવે છે, તેમાં હાલ પૂરતુ લાગે છે કે, બાઈકચાલક બસની સાઈડથી ઘૂસ્યો છે અને બસના પૈડા નીચે કચડાયો છે. હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ થઈ રહી છે કે, ખરેખર તેઓ ટ્રાફિક સિગ્નલ (traffic signal) નો ભંગ કરીને ઉતાવળે આગળ ગયો છે કે બસ ઓવરસ્પીડ હતી. તો બીજી તરફ બીઆરટીએસના સંચાલકોનું કહેવુ છે કે, બીઆરટીએસ કોરિડોરમાં વધુ સ્પીડથી બસ હંકારવી શક્ય જ નથી.
લોકોનો આરોપ છે કે બીઆરટીએસ ડ્રાઈવરની ભૂલ હતી. પણ તરફ મ્યૂનિસિપલ કમિશનરે જણાવ્યું કે, પ્રાથમિક ભૂલ બાઈકચાલકની લાગી રહી છે. કારણ કે, એકવાર બસ આગળથી નીગળી જાય છે અને પાછળથી બાઈચાકલ સાઈડની તરફથી અથડાય છે. તેના બાદ તેમનુ મોત નિપજે છે. અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિગ્લન બંધ થયા બાદ આખરી ક્ષણોમાં બાઈકચાલક નીકળવાનો પ્યાસ કરે છે. તે જલ્દીમાં બ્રેક પણ મારે છે. બ્રેકના નિશાન પણ રસ્તા પર જોવા મળ્યા છે. પરંતુ ત્યા સુધીમાં બસને સામેથી આવવાનું થાય છે અને બાઈકચાલક બાઈકને રોકી શક્તો નથી, આ વેળાએ તે બસ સાથે અથડાય છે.
ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી...
જોકે, આ ઘટનામાં હજી ચિત્ર સ્પષ્ટ થયું નથી. વાંકો કોનો છે તે હજી સામે આવ્યું નથી. સગા ભાઈઓએ ઉતાવળે બસ હંકારી કે પછી બીઆરટીએસના ડ્રાઈવરનો વાંક છે તે હજી સ્પષ્ટ સામે આવ્યું નથી. હજી આ તપાસનો વિષય છે, અને કોઈ નિષ્કષ સામે આવ્યો નથી. આ ઘટના ચાર રસ્તા પર બની છે, તેથી તે તપાસનો વિષય છે. સીસીટીવીથી એટલું સ્પષ્ટ થયું કે, અકસ્માત સામેની તરફથી એટલે કે, ફેસટુ ફેસ નથી બન્યો, પરંતુ બાઈકચાલક સાઈડથી ટકરાયો છે. તેથી હવે વાંક કોનો તે જોવું રહ્યું.
વાહનચાલકો વારંવાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જાય છે
લોકોને જવા માટે બીઆરટીએસ ખાલી હોય છે, તો શા માટે અંદરથી ન જવું તેવુ લોકો વિચારતા હોય છે. આવા કિસ્સાઓમાં અકસ્માતો બનતા હોય છે. તો બીજી તરફ, બીઆરટીએસ બસ પસાર થતી હોય છે છતાં લોકો રેલિંગ કૂદીને ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે પાંજરાપોળના અકસ્માતમાં હજી ખરુ કારણ સામે આવ્યું નથી. મોટાભાગના કિસ્સાઓમાં વાહનચાલકોની ભૂલ સામે આવે છે. વાહનચાલકો બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસ્યા બાદ પણ દાદાગીરી કરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. આવામાં અકસ્માત સર્જાતા હોય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે