અમદાવાદ પોલીસનો વધુ એક તોળકાંડમાં મોટી કાર્યવાહી; 3 પોલીસ કર્મી સહીત 7 TRB જવાનો સસ્પેન્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશ અને વિદેશથી અનેક મહેમાન મેચની મજા લેવા આવ્યા હતા. જેમાંથી દિલ્લીથી આવેલા કાનવ માનચંદા નામના યુવાનની મજામાં ભંગ પડ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: દિલ્લીથી અમદાવાદમાં મેચ જોવા આવનાર યુવક પાસેથી દારૂનો કેસ નહિ કરવા બદલ તોડ કરવાના કેસમાં 3 પોલીસ કર્મી સહીત 7 ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશ અને વિદેશથી અનેક મહેમાન મેચની મજા લેવા આવ્યા હતા. જેમાંથી દિલ્લીથી આવેલા કાનવ માનચંદા નામના યુવાનની મજામાં ભંગ પડ્યો હતો. કાનવ માનચંદા દિલ્લીથી વોડકા એટલે કે એક ઈંગ્લીશ દારૂની બોટલ લઈને આવ્યો હતો.
જે નાના ચિલોડા પાસે જી ટ્રાફીક પોલીસના ટ્રાફીક જવાન સહિત ટીઆરબી જવાનોએ દારૂની બોટલ જોઈને કેસ નહિ કરવા માટે પહેલા 2 લાખની માંગણી કરી હતી. જે વાટોઘટો કરતા 20 હજાર રૂપિયા ખાનગી વ્યક્તિના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતની મેચ હારી ગયા બાદ દિલ્લીનો યુવાન કાનવ માનચંદા ગ્રાઉન્ડમાંથી બહાર આવી રહ્યો હતો. ત્યારે મીડિયા સમક્ષ માહિતી જાહેર કરી હતી કે તેની સાથે આવા પ્રકારનો બનાવ બન્યો હતો.
અમદાવાદ પોલીસના ધ્યાને આવતાની સાથે એસીપી કક્ષાના અધિકારીને તાસ સોંપવામાં આવી હતી. જેમાં 3 ટ્રાફીક પોલીસ કર્મી અને 7 ટીઆરબીની તોડમાં ભૂમિકા સામે આવતાની સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દિલ્લીના યુવાન કાનવ માનચંદા ફરિયાદ આપવાની ના પાડવા છતાં ટ્રાફીક વિભાગના પીઆઈ સહિતની એક ટીમ દિલ્લી રવાના કરવામાં આવી છે.
ભોગ બનનારની ફરિયાદ લેવા માટે ત્યારે ફરિયાદ નોંધ્યા બાદ 3 પોલીસ કર્મી અને trb જવાનની ધરપકડ પણ કરવામાં આવશે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ ફરીયાદી કાનવ માનચંદા સામે દારૂની બોટલની પણ ફરિયાદ નોંધશે કે કેમ અને પોલીસ કર્મીએ ફરિયાદીને પૈસા પણ પરત કરી આપી મામલો થાળે પાડ્યો છે.
પોલીસ કર્મીના નામ
- મહાવીર સિંહ બહાદુરસિંહ
- વિપુલ સિંહ રામસિંહ
- તુષાર ભરત સિંહ
TRB જવાનના નામ
- જયેશ મનીચંદ્ર
- નિતેશ ભાટી
- પ્રકાશ ઝાલા
- રાઠોડ યુવરાજ
- વિજય પ્રમય
- ગૌતમ ધનજીભાઈ
- અભિષેક કુશહવા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે