Morwa Hadaf ની ચૂંટણીમાં જાતિ સર્ટિફિકેટ મામલે રાજકારણ ગરમાયું, ભાજપ ઉમેદવાર પર ઉઠ્યા સવાલો

પંચમહાલની મોરવા હડફની ચૂંટણીમાં (Morwa Hadaf By-Election) આદિવાસીઓના બોગસ સર્ટિફિકેટના (Bogus Tribal Certificate) આક્ષેપથી રાજકારણ ગરમાયું છે

Morwa Hadaf ની ચૂંટણીમાં જાતિ સર્ટિફિકેટ મામલે રાજકારણ ગરમાયું, ભાજપ ઉમેદવાર પર ઉઠ્યા સવાલો

ઝી મીડિયા બ્યૂરો: પંચમહાલની મોરવા હડફની ચૂંટણીમાં (Morwa Hadaf By-Election) આદિવાસીઓના બોગસ સર્ટિફિકેટના (Bogus Tribal Certificate) આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. ભિલોડા કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ડો. અનિલ જોશીયારાએ ગંભીર આક્ષેપ કરતા ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર (Nimisha Suthar) પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, બિન આદિવાસી ઉમેદવારે આદિવાસી સર્ટી (Tribal Certificate) આપી ચૂંટણી લડી રહ્યા છે.

નિમિષા સુથારે (Nimisha Suthar) આદિવાસી ન હોવા છતાં આદિવાસી સર્ટી (Tribal Certificate) આપ્યું છે. એમના વિરૂદ્ધ અનેક પુરાવા છે. એમના પિતા મામલતદાર હતા ત્યારે આ સર્ટી આપ્યું હતું. બંધારણ મુજબ આદિવાસી સીટો અનામત છે. ખોટા આદિવાસી સર્ટી (Bogus Tribal Certificate) મેળવી અનેક લોકો ચૂંટણી લડી રહ્યા છે. આવતીકાલે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે. વિશ્લેષણ સમિતિ સભ્ય આ ફોર્મ અંગે ચકાસણી કરે.

શું છે સમગ્ર મામલો
પંચમહાલની મોરવા હડફ પેટા ચૂંટણી (Morwa Hadaf By-Election) માટે ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર સામે અરજી કરવાામાં આવી છે. નિમિષાબેનના જાતિ પ્રમાણપત્રને લઇને જે સવાલો ઉઠી રહ્યા છે તેને લઇને કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) સુરેશ કટારા દ્વારા ચૂંટણી અધિકારીને લેખિતમાં નિમિષા સુથારની (Nimisha Suthar) ઉમેદવારી રદ્દ કરવા અરજી કરી છે.

આ અરજી સુરેશ કટારાએ જણાવ્યું હતું કે, આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુરથા સાચા અનુસૂચિત જનજાતિના ન હોય તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવે. મોરવા હડફ વિધાનસભા બેઠક હંમેશા જાતિ પ્રમાણપત્રો બાબતે વિવાદોમાં રહી છે. ગત ટર્મના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું ધારાસભ્યપદ પણ જાતિ પ્રમાણપત્રને લઇને રદ કરાયું હતું. અરજીમાં જરૂરી પુરાવા રજૂ કરીશું તેવી પણ નોંધ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news