અનોખી પહેલ! મતદાન જાગૃતિ લાવવા રાજકોટના એલોપેથી તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં કરશે આ કામ!

ઈન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણીએ જણાવ્યું હતું કે, IMA દ્વારવા ગુજરાતના મતદારોમાં જાગૃતિના કાર્યક્રમ હાથ ઘરવામાં આવ્યો છે. 

અનોખી પહેલ! મતદાન જાગૃતિ લાવવા રાજકોટના એલોપેથી તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં કરશે આ કામ!

ગૌરવ દવે/રાજકોટ: લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં મતદાન ઓછું થતા ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. લોકશાહીના મહાપર્વ પર મતદાન વધુ થાય તે માટે મતદાન જાગૃતિ વધારવા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મતદારોની જાગૃતતા વધારવા અનોખી પહેલ કરવામાં આવી છે. 

રાજકોટના એલોપેથી તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં મતદાન જાગૃતિને લગતા સ્ટેમ્પ મારી મતદાન કરવા સમજ આપી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણીએ જણાવ્યું હતું કે, IMA દ્વારવા ગુજરાતના મતદારોમાં જાગૃતિના કાર્યક્રમ હાથ ઘરવામાં આવ્યો છે. 

લોકશાહીમાં દરેક મતદાન મતદાન કરી પોતાની ફરજ બજાવે એ જરૂરી છે એટલે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ મતદાન જાગૃત્તિ ઝુંબેશ શરૂ કરી છે. રાજકોટ IMA દ્વારા ’મતદાન કરવું એ મૂળભૂત ફરજ અને અધિકાર છે' એવો મેસેજ આપતા ખાસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે અને દરેક તબીબો પોતાના દર્દીને પ્રિસ્કીપ્શન આપે એમા આ સ્ટેમ્પ મારીને મતદાન માટે સમજાવે છે. 

રાજકોટના 1500 જેટલા તબીબીને સ્ટેમ્પ તૈયાર કરી આપવામાં આવ્યા છે. ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ દર્દીઓ પણ તબીબોના આ જાગૃતિ અભિયાનને આવકારી રહ્યા છે અને મતદાન કરવા મતદારોને અપીલ કરશે તેવું જણાવી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news