અલ્પેશને કોંગ્રેસ પાટણથી લોકસભા ચૂંટણી લડાવી શકે છે: સુત્ર
અલ્પેશ ભાજપમાં જોડાવાની વાતે જોર પકડાયો અને તાત્કાલિક ધોરણે રાહુલના આદેશ મુજબ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે, અલ્પેશની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને દિલ્હી બોલાવ્યા અને કલાકો સુધી બેઠક યોજી હતી.
Trending Photos
હિતેન વિઠલાણી, દિલ્હી: ગુરુવારે સવારે ગાંધીનગરમાં બાયડના ધારાસભ્યને સાથે રાખી અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ અલ્પેશ ભાજપમાં જોડાવાની વાતે જોર પકડાયો અને તાત્કાલિક ધોરણે રાહુલના આદેશ મુજબ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે, અલ્પેશની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને દિલ્હી બોલાવ્યા અને કલાકો સુધી બેઠક યોજી હતી.
છેલ્લા ઘણાંય સમયથી અલ્પેશ ઠાકોર પાર્ટીથી નારાજ હોવાની વાત સામે આવી હતી. અલ્પેશ પહેલા પણ ખુલીને સામે આવ્યા હતા અને કોંગ્રેસમાં ખુલીને બગાવત કરતા કહ્યું હતું કે અસ્તિત્વની લડાઈ કે હાલ પાર્ટીમાં લડી રહ્યા છે. પણ અલ્પેશની દિલ્હીમાં અહેમદ પટેલ અને રાહુલ ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ સમાધાન થયા હોવાની વાત સામે આવી પણ હકિકત તો કંઈક જુદી જ હતી અને તે ગત ગુરુવારે સામે આવી છે.
ગુરુવારે સવારે અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે બેઠક કરીને અલ્પેશની બગાવત ફરી કોંગ્રેસ વિરુદ્ધ ખુલીને સામે આવી છે. અલ્પેશનું ભાજપમાં જોડાવાની વાતે પણ તુલ પકડી હતી. અલ્પેશના ભાજપમાં જવાથી પાર્ટીને થનારા નુકસાનને રોકવા માટે તાત્કાલિક ધોરણે રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવા ગુજરાત પ્રભારી રાજીવ સાતવને આદેશ આપ્યા હતા.
વધુમાં વાંચો: વિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ, લાઇટોથી ઝગમગ્યું મંદિર
જેથી અલ્પેશ સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને દિલ્હીનું તેડું આવ્યું હતું. ત્રણ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોંગ્રેસે ફરી સમાધાન કર્યું હોવાની વાત સામે આવી છે. પણ શું અલ્પેશ માની ગયા? આ સવાલનો જવાબ તમામ ઈચ્છી રહ્યા છે.
ગુરુવારે રાત્રે રાજીવ સાતવના આવાસ પર યોજાયેલી બેઠકમાં અલ્પેશને મનાવવાના પ્રયાસો થયા અને પ્રયાસમાં કોંગ્રેસ સફળ થઈ હોવાનો દાવો પણ હાઈકમાંડના સુત્રો કરી રહ્યા છે ને તેનું કારણ છે કે અલ્પેશને પાર્ટી પાટણથી લોકસભા ચૂંટણી લડાવી શકે છે. તો સાથે સાથે જે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હોવાની વાત અલ્પેશ કરી રહ્યા હતા. તેમાં પણ તેની જીત થઈ હોવાનું સામે આવ્યું છે. કારણકે પાર્ટી સુત્રો જણાવી રહ્યા છે કે, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની પાર્ટીમાં જે મહત્વની ભૂમિકા છે એવી જ રીતે અલ્પેશની ભૂમિકા પણ સંધટનમાં મહત્વની રહેશે.
સુત્રો મુજબ કોંગ્રેસના ત્રણ ચહેરા મહત્વની ભૂમિકામાં હશે લોકસભા ચૂંટણીમાં એટલે કે કોંગ્રેસ ત્રણ ચહેરાના આધારે લોકસભા ચુંટણી લડશે. જેમાં અલ્પેશનો ચહેરો બિજા નંબરે રાખવામાં આવશે. આ ત્રણ મોટા નિર્ણયની સહમતી બાદ કોંગ્રેસ અલ્પેશને મનાવી લેવાયાનો દાવો કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે