ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ; વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષાને લઈને મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 -2021માં પરીક્ષા લેવાઈ હતી. DGVCLની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. અગાઉ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જી હા...રાજ્યની તમામ વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી માટે લેવામાં આવેલી ઓનલાઈન પરીક્ષામાં ઉમેદવારોને ચોરી કરાવીને પાસ કરાવવામાં આવ્યા હોવાના રાજ્યવ્યાપી રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની હાલ ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 -2021માં પરીક્ષા લેવાઈ હતી. DGVCLની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. અગાઉ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્દ્રવદન પરમાર અને મોહમદ ઉવેશની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરનાં પરીક્ષા કેન્દ્રોમાં તેમણે ચોરી કરાવી હોવાનું કબૂલ્યું છે. આ સરકારી ભરતીમાં એજન્ટો ઉમેદવારોને શોધી લાવતા હતા અને પરીક્ષા કેન્દ્રોના સંચાલકો સાથે તેમની મુલાકાત કરાવતા હતા. જે પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે તેમાં એક છે વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી. બીજું પરીક્ષા કેન્દ્ર છે વડોદરાનું સેવન ક્લાઉડ પરીક્ષા કેન્દ્ર.
આ સિવાય વડોદરાના કોટાંબીની ઈન્સ્ટિટ્યુટ ઑફ એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબમાં પણ જે ઉમેદવારોએ પરીક્ષા આપી તેમાંથી કેટલાકને ચોરી કરાવવામાં આવી હતી તેનો પર્દાફાશ થયો છે. આ સિવાય વડોદરાના સાવલીની KJIT એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબમાં પણ ઑનલાઈન ભરતી પરીક્ષામાં ચોરી થઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરેલ બન્ને વ્યક્તિઓ વડોદરાના વતની હોવાનો ખુલાસો થયો છે અને તેઓ વરાછામાં સારથી, સુટેક્ષમાં કોમ્યુટર લેબમાં સેન્ટર હતા. પરંતુ પોલીસને અમુક વિદ્યાર્થીઓને પાસ કરાવ્યાની બાતમી મળી હતી. આ બન્ને આરોપીઓ ઉમેદવારનો અગાઉ કોન્ટેક કરી લેતા હતા અને ત્યારબાદ સમગ્ર કાંડ કરતા હતા. પેપર સોલ્વ આઉટ કર્યા બાદ કોમ્યુટરને સ્લિમટરથી સેટ કરી બાજુ માંથી જવાબ આપવામાં આવતા હતા. તેના માટે અમદાવાદ, વડોદરા , સુરત સેન્ટરો પર સેટ કરવામાં આવ્યા હતા. અનિકેત ભાસ્કર, ઈમરાન પ્રાયમરીના નામ ખુલ્યા હતા. આરોપીઓ અગાઉ પણ સીબીઆઈમાં પકડાયેલા છે. જ્યારે ઇન્દ્રવડન એલ.આર.ડીમાં પણ ઝડપાયો છે. પોલીસે જણાવ્યું છે કે, એજન્ટ થ્રુ કોન્ટેકટ કરતા દરેક ઉમેદવારોને પણ પકડવામાં આવશે. કોમ્પ્યુટર સંચાલકો પણ કોન્ટેક કરતા હતા.
અમદાવાદ-નરોડાના શ્રેય ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્રમાં ચોરી થઈ હતી.
રાજકોટના સક્સેસ ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્રમાં પણ ઉમેદવારોને ચોરી કરાવવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, ગેરરીતિ આચરીને સરકારી નોકરીમાં ઉમેદવારોને પાસ કરાવવામાં આવ્યા છે. આ રાજ્યવ્યાપી રેકેટ હોવાનો પણ ખુલાસો થયો છે. જે પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થતી હતી ત્યાં ઉમેદવારોને ફક્ત કમ્પ્યુટર પર બેસાડી રખાતા હતા.
પરંતુ તેમના કમ્પ્યુટરનો કન્ટ્રોલ ચોરી કરાવનારા પરીક્ષા માફિયાઓ પોતાના હાથમાં લઈ લેતા હતા અને પરીક્ષાના જવાબો આપતા હતા. વડોદરાનાં ચાર પરીક્ષા કેન્દ્રો, સુરતનાં બે પરીક્ષા કેન્દ્ર તથા રાજકોટ અને અમદાવાદ એક-એક પરીક્ષા કેન્દ્રમાં આ રીતે ચોરી કરાવીને ઉમેદવારોને પાસ કરાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં અનિકેત પ્રમોદભાઈ ભટ્ટ, ભાસ્કર ચૌધરી અને નિશિકાંત સિંહાનાં નામ ખુલ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે