લોકડાઉનના 21મા દિવસે રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, એપીએમસી માર્કેટ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને કોરોના વાયરસ (corona virus) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા રજિસ્ટ્રાર રહેશે. જેના ખેતીવાડી અધિકારી બજાર સમિતિના ચેરમેન વગેરે સભ્યો રહેશે. આ સમિતિ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સૂચવવામાં આવે છે તેના આધારે નિર્ણય લેશે અને તે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોને નિયત કરેલ તારીખ અને દિવસે જ બોલાવવામાં આવશે. ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવશે. ખેડૂતોએ ઉત્પાદનનું સેમ્પલ લઇને માર્કેટ યાર્ડમાં આવવાનું રહેશે તેના આધારે તેનો ભાવ નક્કી કરવામાં આવશે અને પછી ખેડૂત અને વેપારી પરસ્પર સમજૂતિથી વેપારી ખેડૂતના ખેતર પર જઈને માલ ખરીદે તેવી વ્યવસ્થા કરશે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ના થાય અને ઓછા લોકોની હાજરીમાં નક્કી કરેલા દિવસમાં સમય પ્રમાણે માલનું વેચાણ ખેડૂતો કરી શકે છે. ખેડૂતોના કે માર્કેટયાર્ડોમાં કામ કરતા કોઈને પણ કરોનાનો ચેપ ન લાગે એ માટે તમામ સુવિધાઓ અને સાધનો પૂરા પાડવામાં આવશે. જે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને અનાજ એક જગ્યાએ વેચાણ કરવામાં આવે છે તે જગ્યાએ બંને વચ્ચે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવશે. જે પણ માર્કેટયાર્ડમાં સરકારના નિયમોનું પાલન કરવામાં ન આવે તેવી જગ્યાએ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે.
જામનગર અને સૌરાષ્ટ્ર સહિતના માર્કેટયાર્ડ જે બંધ રાખવાની વાત કરે છે તેમાં ધીમે ધીમે સરકાર તમામ માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવશે. તબક્કાવાર તમામ માર્કેટયાર્ડ શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે