એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

હાલ દિવાળી વેકેશન હોઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે દ્વારા પ્રવાસીઓની સગવડતા વધારવા રોપવે દ્વારા 10 ટકા જેટલો ચાર્જમાં વધારો કરાયો છે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

અશોક બારોટ/જૂનાગઢ: ઐતિહાસિક નગરી ગણાતી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે કાર્યકરત એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેના ચાર્જમાં કેટલીક ટિકિટોમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું રોપ-વે સૂત્ર દ્વારા જણાવાયું હતું. હાલ દિવાળી વેકેશન હોઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે દ્વારા પ્રવાસીઓની સગવડતા વધારવા રોપવે દ્વારા 10 ટકા જેટલો ચાર્જમાં વધારો કરાયો છે, જેમાં લોકલ પ્રવાસીઓ અને બાળકો માટેની ટિકિટમાં કોઈ વધારો થયો નથી. 

હાલ રોપવેની દરેક ટ્રોલીની કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત છે,જેના દ્વારા દર કલાકે બંને તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી રહ્યા છે, રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થાય છે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. તેમજ રોપ-વેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરે છે, ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે માત્ર 8 મિનિટમાં કાપે છે.

આમ, પહેલા પ્રવાસીઓ 10 હજાર જેટલા પગથિયાં ચડી ઉતરી અંબાજી મંદિરના દર્શન કરી શકતા જ્યારે હવે રોપવેની સુવિધા થવાથી પ્રવાસીઓ 1 કલાક જેટલા સમયમાં અંબાજીના દર્શન કરી પરત ફરતા થયા છે,, રોપવે દ્વારા પ્રવાસીઓ માટે નાસ્તા તેમજ ભોજન ચા, ઠંડા પીણાં ની તેમજ પ્રવાસીઓ માટે સિક્યુરિટી સ્ટાફ સહિતની સેવાઓ કાર્યરત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news