સાબરમતી રિવરક્રુઝ પર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનનું ટ્રોફી સાથે ફોટોશૂટ

ICC World Cup : ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે સાબરમતી રિવરક્રુઝ પર ફોટોશૂટ કરાવ્યું... એક કલાક જેટલો સમય ક્રુઝ પર વિતાવ્યો... ક્રુઝ જોઈને તેમને સિડનીની યાદ આવી ગઈ

સાબરમતી રિવરક્રુઝ પર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનનું ટ્રોફી સાથે ફોટોશૂટ

ODI World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ટ્રેવિસ હેડે ઝડપી સદી ફટકારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય ટીમ પ્રથમ રમતા 240 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. જ્યાં ઈન્ડિયન ટીમ જીતના જશ્નના ખ્વાબ જોઈ રહી હતી, ત્યાં હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદમાં જશ્નનો સ્વાદ માણી રહી છે. આયોજન મુજબ, વર્લ્ડ કપ વિનર ટીમના કેપ્ટન સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સાબરમતી ક્રુઝ પર ટ્રોફી સાથે ફોટોસેશન કર્યુ હતું. 

રિવર ક્રુઝ પર ખાસ ફોટોસેશન 
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન ઈનામી ટ્રોફી લઈને રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ પર ફોટો શૂટ કરાવ્યું હતું. આ કારણે મુલાકાતીઓ માટે અટલ બ્રિજ અને લોઅર પ્રોમિનાડ બંધ રખાયો હતો. રિવર ક્રુઝ પર લગભગ એક કલાક સુધી તેમનું ફોટોસેશન ચાલ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 20, 2023

 

ગુજરાતી નાસ્તો ખાધો 
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝની તેણે મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝમાં તેણે એક કલાક સમયગાળો હતો. રિવર ક્રૂઝની પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજના નજારો જોતા જ બોલી ઉઠ્યા હતા કે વન્ડરફૂલ પ્લેસ... સાથે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને ગુજરાતી નાસ્તો ખમણ-ઢોકળાં ખાધા હતા. ઓસ્ટ્રેલિયા ટીમ બપોરનું ભોજન કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં લેશે. 

ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલના પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અલગ અલગ રીતે હોટલથી રવાના થયા હતા. ભારતીય ક્રિકેટ ટિમ કેપ્ટ્ન રોહિત શર્મા પણ પોતાના પરિવાર સાથે હોટલથી જવા નીકળ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોહિત શર્મા હોટલથી નીકળ્યા હતા. પોતાના પ્લેયર્સની એક ઝલક જોવા હોટલ બહાર એકઠા થયેલા સમર્થકોએ ઈન્ડિયન ટીમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ધીરે ધીરે એક પછી એક ભારતીય પ્લેયર હોટલ છોડીને નીકળી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news