Gold News: બજેટ બાદ શું સસ્તું થઈ જશે સોનું? જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લે તો....જલસા પડી જાય

સોના અને ચાંદીના ભાવ સતત વધતા જોવા મળ્યા છે. ત્યારે આવામાં મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું દિવસને દિવસે ભારે પડી રહ્યું છે. આવામાં જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો સોના ચાંદીના ઉદ્યોગને મજબૂતી મળી શકે છે. 

Gold News: બજેટ બાદ શું સસ્તું થઈ જશે સોનું? જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લે તો....જલસા પડી જાય

રત્ન અને આભૂષણ ઉદ્યોગે સરકારને આગામી બજેટ 2025માં જીએસટી દર ઘટાડવાની અપીલ કરી છે. હાલ 3 ટકા જીએસટીને 1 ટકા સુધી ઘટાડવાની માંગણી થઈ રહી છે. જેનાથી ઉદ્યોગ પર પડનારો નાણાકીય  બોજો ઘટી શકે. જીએસટી દરોમાં આ ઘટાડો  કરવાથી ગ્રાહકોને રાહત મળવાની સાથે સાથે ઉદ્યોગને પણ મજબૂતી મળી શકે છે. 

અખિલ ભારતીય રત્ન અને આભૂષણ ઘરેલુ પરિષદ (GJC)ના ચેરમેન રાજેશ રોકડેએ કહ્યું કે સોનાની વધતી કિંમતો અને હાલના જીએસટી રેટના કારણે ઉદ્યોગ અને ગ્રાહકો તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે ટેક્સમાં કમીથી ગ્રાહકોની ખરીદશક્તિ વધશે અને અનુપાલનમાં પણ સુધારો થશે. 

લેબમાં બનતા હીરા થશે સસ્તા!
પરિષદે સૂચન આપ્યું છે કે કુદરતી અને લેબમાં બનેલા હીરા પર અલગ અલગ જીએસટી રેટ લાગૂ કરવામાં આવે. તેનાથી લેબમાં બનેલી હીરાના ટકાઉ અને સસ્તા ગુણોને પ્રોત્સાહન મળશે. હાલ બંને પ્રકારના હીરા પર 3 ટકા જીએસટી લાગે છે. GJC એ સરકારને રત્ન અને આભૂષણ ઉદ્યોગ માટે સમર્પિત મંત્રાલય બનાવવાની અને રાજ્યવાર નોડલ કાર્યાલય સ્થાપિત કરવાની પણ ભલામણ કરી છે. પરિષદનું કહેવું છે કે એક કેન્દ્રીય મંત્રીની નિયુક્તિથી આ ક્ષેત્રના વિકાસમાં ઝડપ આવી શકે છે. 

ગોલ્ડની આયાતમાં થશે ઘટાડો!
પરિષદે EMI સુવિધા અને ગોલ્ડ મોનેટાઈઝેશન યોજનામાં સુધારાની જરૂરિયાત ઉપર પણ  ભાર મૂક્યો છે. GJC ના વાઈસ ચેરમેન અવિનાશ ગુપ્તાનું કહેવું છે કે ઈએમઆઈ સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને દાગીના ખરીદવામાં સગવડ રહેશે. જ્યારે ગોલ્ડ મોનેટાઈઝેશન યોજનામાં સુધાર લાવવાથી ઘરેલુ બેકાર પડી રહેલા સોનાને ઉપયોગમાં લાવી શકાશે જેનાથી આયાતમાં ઘટાડો આવી શકશે અને દેશ આત્મનિર્ભર બનશે. ઉદ્યોગને આશા છે કે બજેટ 2025માં આ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે અને સરકાર તરફથી આ માટે જરૂરી પગલાં પણ લેવામાં આવી શકે છે. જેનાથી રત્ન અને આભૂષણ સેક્ટરને ફાયદો  થઈ શકશે અને ગ્રાહકોને પણ રાહત મળશે. 

નોંધનીય છે કે ભારત પોતાની ગોલ્ડની જરૂરિયાતો પૂરી કરવા માટે તેને આયાત કરે છે. આવામાં તેના પર કસ્ટમ ડ્યૂટી લાગે છે. ભારત સરકારે જુલાઈ 2024ના બજેટમાં સોના અને ચાંદી  પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી. આ સિવાય પ્લેટિનમ, પેલેડિયમ, ઓસ્મિયમ, રૂથેનિયમ અને ઈરિડિયમ પર કસ્ટમ ડ્યૂટીને 15.4 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news