રોહિત શર્માને જવું પડશે પાકિસ્તાન! BCCI લાચાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે કરવું પડશે આ મહત્વનું કામ
Rohit Sharma: ચેમ્પિયન ટ્રોફી 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાને પોતાના દેશમાં બોલાવવા માટે ઉતાવળ્યું બન્યું છે. પરંતુ પીસીબીની દરેક કોશિશ ફેલ થઈ રહી છે અને ICC એ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર કરાવવાનો નિર્ણય કર્યો. પરંતુ કેપ્ટન રોહિત શર્માને જબરદસ્તી પાકિસ્તાનની ઉડાન ભરવી પડી શકે છે.
Trending Photos
Rohit Sharma: ચેમ્પિયન ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાને પોતાના દેશમાં બોલાવવા તત્પર છે. પરંતુ પીસીબીની દરેક કોશિશ ફેલ રહી અને ICC એ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર કરાવવાનો નિર્ણય કર્યો. પરંતુ કેપ્ટન રોહિત શર્માને મજબુરીમાં પાકિસ્તાન જવું પડશે જી હા...આ અહેવાલથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો છે. હવે સૌથી મોટો સવાલ છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈનકાર કરનાર ભારતીય ક્રિકેટ બોર્ડ શું રોહિતને પાકિસ્તાનની ઉડાન ભરવા દેશે?
શું છે કારણ?
ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પાકિસ્તાનના હાથોમાં હતી. પરંતુ બીસીસીઆઈ અને પીસીબીની વચ્ચે મતભેદોના કારણે ભારત પોતાની તમામ મેચ દુબઈમાં રમશે. જોકે, ટૂર્નામેન્ટ પહેલા તમામ કેપ્ટનોને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફોટોશૂટમાં પાકિસ્તાન જવું પડે એમ છે. આ લિસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા પણ હશે. પાકિસ્તાની મીડિયા રોહિતને પાકિસ્તાન આવવાનો દાવો કરતી નજરે પડી રહી છે.
પાકિસ્તાન મીડિયાનો દાવો
પાકિસ્તાનની સમા ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા ફોટોશૂટ માટે પાકિસ્તાન આવી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે જો રોહિત શર્મા ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સનો ભાગ બને છે તો આ બન્ને દેશોની વચ્ચે તણાવ ઓછો કરશે. જોકે, સત્તાવાર રીતે રોહિત પાકિસ્તાન જશે તેવી કોઈ પુષ્ટિ થઈ નથી.
19 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટ
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થનાર છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 22 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ વિરુદ્ધ કરશે. બીસીસીઆઈ જલ્દી ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે, જેના માટે ફ્રેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે