ટ્રેનમાં રમકડા વેચતો વાઈરલ વીડિયોનો સેલ્સમેન યાદ છે? સુરત રેલવે પોલીસે કરી અટકાયત
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રેલવે વેન્ડરનો વીડિયો તેજીથી વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પોતાના અલગ અને અનોખા અંદાજથી ટ્રેનમાં રમકડા વેચી રહ્યો છે. ત્યારે રેલવે સુરક્ષા દળોએ આ ફેરીવાળાની શુક્રવારે રાત્રે સુરત રેલવે પ્લેટફોર્મ પરથી ધરપકડ કરી છે.
Trending Photos
અમદાવાદ :હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રેલવે વેન્ડરનો વીડિયો તેજીથી વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પોતાના અલગ અને અનોખા અંદાજથી ટ્રેનમાં રમકડા વેચી રહ્યો છે. આ વીડિયોમાં તે નેતાઓની મજાક ઉડાવી રહ્યો છે અને સાથે જ લોકોનું મનોરંજન કરીને પોતાનો સામાન વેચી રહ્યો છે. ત્યારે રેલવે સુરક્ષા દળોએ આ ફેરીવાળાની શુક્રવારે રાત્રે સુરત રેલવે પ્લેટફોર્મ પરથી ધરપકડ કરી છે. અવધેશ દૂબે તરીકે ઓળખતા આ વ્યક્તિની સામે આરપીએફએ એફઆઈઆર દાખલ કરી છે. રેલવે એક્ટ મુજબ તેની સામે ગુનો દાખલ કર્યો છે.
આરપીએફ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ વારાણસીનો રહેવાસી અવધેશ દૂબે બે વર્ષ પહેલા વલસાડ આવ્યો હતો અને ત્યારથી તે વાપી અને સુરતની વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોમાં રમકડા વેચવાનું કામ કરે છે. રેલવે સુરક્ષા દળના નિરીક્ષક ઈશ્વર સિંહ યાદવ કહે છે કે, અમે અવધેશ દૂબે પર ગેરકાયદેસર વેચાણ કરવાના મામલે કેસ દાખલ કર્યો છે.
તેમણે કહ્યું કે, અવધેશ દૂબેનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ લોકપ્રિય થયો છે અને અમને પણ તેનો વીડિયો મળ્યો છે. આ વીડિયો ક્લિપમાં તે રાજનીતિક નેતાઓ પર ટિપ્પણી કરતો નજરે ચઢે છે. ગ્રાહકો સાથે વાત કરવાની તેમની રીત બહુ જ પ્રભાવશાળી છે.
દૂબેને શુક્રવારે બપોરે રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 10 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ઉલ્લેયનીય છે કે, યુટ્યુબ પર અવધેશ દૂબેનો વીડિયો બહુ જ પોપ્યુલર થયો છે. આ વીડિયોમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ પર ટિપ્પણી કરે છે અને સાથે જ પોતાનો સામાન મુસાફરોને વેચવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે