બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત છે. જિલ્લાના મુખ્ય દાંતીવાડાની વાત કરવામાં આવે તો હજુ જોઇએ તેટલું પાણી દાંતીવાડા ડેમમાં નથી. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તારના લોકોને થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં 500 કરોડના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન દાંતીવાડા ડેમમાં નાખવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેનું ઉદઘાટન કર્યા બાદ આજદિન સુધી આ પાઇપલાઇનમાં પાણીનું એક ટીંપુ પણ આવ્યું ન હતું. પરંતુ આજે નર્મદાના નીર દાંતીવાડા ડેમ સુધી પહોંચતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે આજે નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પરબત પટેલે નર્મદાના નીરને શ્રીફળ અને ફૂલો અર્પણ કરી વધામણા કર્યા હતા. દાંતીવાડા ડેમમાં આ વર્ષે ઓછું પાણી હોવાથી સો ક્યુસેક જેટલું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. 

સરદાર સરોવર ડેમનો પ્રવાસ કરનારા લોકો માટે ખુશ ખબરી, પ્રવાસીઓની સંખ્યમાં થશે વધારો

નર્મદાની પાઇપ લાઇનથી બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૦૦ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેમાંથી સો ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં જ્યારે સો ક્યુસેક પાણી પાઇપલાઇનની વચ્ચે આવતા તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે 100 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના 45 તળાવો નર્મદાના પાણીથી ભરવાની કામગીરી ચાલુ છે.

પિતાએ વાવેલા વૃક્ષોને ધરાશાયી થયેલા જોઈ દીકરીનું દિલ ભાંગી પડ્યુ, પણ તેણે હાર ન માની

500 કરોડથી વધુના ખર્ચે દાંતીવાડા ડેમમાં નાખવામાં આવેલી નર્મદાની પાઇપલાઇન આજે સાચા અર્થમાં ખેડૂતો માટે જીવાદોરી બની છે. નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં આવતા જ ખાલીખમ પડેલો ડેમ પાણીથી ભરપૂર ભરાશે તેવો આશાવાદ જિલ્લાવાસીઓ રાખી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, પાઈપલાઈન નખાય નંખાયા બાદ પ્રથમ વખત આવેલું પાણી લોકોની કેટલી આશા પૂર્ણ કરે છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news