તમે પણ બુલેટ વાપરતા હો તો સાવધાન! બુલેટ સાથે એક સેલ્ફી અને પોલીસ સીધી ઘરે પહોંચી ગઇ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી ત્રણ વર્ષ અગાઉ ચોરાયેલા બુલેટ પર બેઠેલા વ્યક્તિનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં આ ફોટો ચોરને પડ્યો ભારે. એવું તો શું થયું વાયરલ ફોટોને કારણે વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી જીડી મોદી કોલેજ નજીકથી ત્રણ વર્ષ અગાઉ  સેમોદ્રા ગામના રહેવાસી વિજયભાઇ પટેલનું  બુલેટ બાઈક ચોરી થયું હતું. જોકે ઘટનાને પગલે વિજયભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સમય વીતવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
તમે પણ બુલેટ વાપરતા હો તો સાવધાન! બુલેટ સાથે એક સેલ્ફી અને પોલીસ સીધી ઘરે પહોંચી ગઇ

અલ્કેશ રાવ/પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી ત્રણ વર્ષ અગાઉ ચોરાયેલા બુલેટ પર બેઠેલા વ્યક્તિનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં આ ફોટો ચોરને પડ્યો ભારે. એવું તો શું થયું વાયરલ ફોટોને કારણે વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી જીડી મોદી કોલેજ નજીકથી ત્રણ વર્ષ અગાઉ  સેમોદ્રા ગામના રહેવાસી વિજયભાઇ પટેલનું  બુલેટ બાઈક ચોરી થયું હતું. જોકે ઘટનાને પગલે વિજયભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સમય વીતવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

જો કે તે બાદ સમય વીતતો ગયો અને વિજયભાઈને હાથે પોતાના બુલેટ પર સવાર કોઈ વ્યક્તિની તસવીર સોશ્યિલ મીડિયામાં જોવા મળતા વિજયભાઈ ચોંકી ઉઠ્યાં હતા. આ શંકાસ્પદ તસવીર લઈ પોલીસ પાસે પહોંચ્યા હતા. જોકે પોલીસે વાયરલ થયેલા ફોટામાં દેખાતા વ્યક્તિની શંકાને આધારે તપાસ હાથ ધરી અને અઢી વર્ષ બાદ પાલનપુર તાલુકા પોલીસને આ વ્યક્તિ ઇડરનો હોવાની જાણ થઇ હતી. પોલીસ  ઈડર પહોચી ગઈ. ત્યાર બાદ  બુલેટ પર તસ્વીરમાં દેખાતા વ્યક્તિની પૂછપરછ કરતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો.

ત્રણ વર્ષ અગાઉ ચોરી થયેલું બુલેટ પર એક વ્યક્તિની તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા તસ્વીરને આધારે ચોરી કરનાર શખ્સ સાથે બુલેટ ઝડપાયું છે. વાયરલ તસવીરમાં દેખાતા વ્યક્તિને પોલીસે પૂછપરછ કરી તો વ્યક્તિએ આ બાઈકનો કબ્જેદાર  ઇડરના ઓડા ગામે રહેતો નિતિનકુમાર કિશનભાઈ ઓડ હોવાનું જણાવતાં જ પોલીસે નિતિનની શોધખોળ હાથ ધરી છે. ત્યાર બાદ નિતીનને ચોરીની બુલેટ સાથે ઝડપી પાડી ત્રણ વર્ષ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. હવે પોલીસે ચોરી કરનાર નીતિનને શહેરની પશ્ચિમ પોલીસને સોંપતા પશ્ચિમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news