બરવાળા કેમિકલ કાંડ સર્જનારા 12 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે
Latthakand : બોટાદમાં કેમિકલકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે... 12 આરોપીઓને રાણપુર કોર્ટમાં રજૂ કરાશે... 13 બુટલેગર સામે પોલીસે નોંધી છે ફરિયાદ...
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતના કેમિકલ કાંડે 40 જેટલા લોકોનો ભોગ લીધો છે. આ મોતના તાંડવથી અનેક પરિવાર નિરાધાર બન્યા છે. ત્યારે કેમિકલ કાંડમાં ધરપકડ કરાયેલા 12 આરોપીને આજે રાણપુર કોર્ટમાં રજૂ કરાશે. કેમિકલકાંડ મામલે 13 બુટલેગર સામે ફરિયાદ થઈ છે. જેમાં બોટાદ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે.
આજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
- ગજુબેન પ્રવિણ બહાદુર
- પિન્ટુ રસિક દેવીપૂજક
- વિનોદ ઉર્ફે ફનટો ભીખા કુમારખાણિયા
- સંજય ભીખા કુમારખાણિયા
- હરેશ કિશન આંબલિયા
- જટુભા લાલુભા
- ભવાન નારાયણ
- નસીબ છના
- રાજુ
- અજિત દિલીપ કુમારખાણિયા
- ભવાન રામુ
- ચમન રસિક
આ પણ વાંચો : અદાણીએ PNG ના ભાવ તોતિંગ વધારી દીધા, હવે 89.60 રૂપિયા વધુ ચૂકવવા પડશે
બોટાદ કેમિકલકાંડ મામલે AMOS કંપનીના માલિકને સમન્સ મોકલાયુ છે. મુખ્ય ડાયરેક્ટર સમીર પટેલને SIT એ સમન્સ મોકલ્યું છે. ત્યારે સમીર પટેલે સમન્સ મળતાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સમીર પટેલ સહિતના ભાગીદારોએ આગોતરા જામીન માટે અરજી કરી છે. હાઈકોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે. તે પહેલા બોટાદ કેમિકલકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે.
SIT ની ટીમ દ્વારા ઍમોઝ કંપનીના ચારેય ડિરેકટરોના ઘરે સર્ચ ઓપરેશન ગઈકાલે શરૂ કર્યુ હતું. ડિરેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર થઈ જતા SITની ટીમે ઘર બહાર નોટિસ લગાવી હતી. તો ચારેય ડિરેકટર સામે લુક આઉટ નોટિસ જારી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે