પાડાને વાંકે પખાલીને ડામ: નઘરોળ તંત્રને કારણે નાગરિકોનાં કરોડો રૂપિયાનો વ્યય
વિકાસ દેખાડવા માટે મંગાવાયેલા વાહનો સામાન્ય ખામી સર્જાતા રિપેરિંગના અભાવે પડી રહ્યા છે, જે ધીરે ધીરે ભંગાર થઇ જાય છે
Trending Photos
ભાવનગર: મહાનગરપાલિકા માત્ર આરંભે જ શૂરા જેવુ છે. લાખો રૂપિયાના ખર્ચે નવી સુવિધા અને નવા વાહનો તો વસાવે છે પરંતુ તેની જાળવણી અને રિપેરીંગના અભાવે ધીરે ધીરે કન્ડમ બની જાય છે. બસ ગેરેજ વિભાગમાં લાંબા સમયથી રામરાથ, મોબાઈલ ટોઈલેટ અને અન્ય વાહનો પડયા પડયા ધુળ ખાય છે જેની કોર્પોરેશનને કોઈ પરવા જ નથી. આ વાહનોનું નથી તો રિપેરીંગ કરાવી ઉપયોગમાં લેતા કે નથી નિકાલ કરતા. જેને કારણે વાહનોના સ્પેર પાર્ટસ પણ ધીરે ધીરે પગ કરતા જાય છે.
ભાવનગર મહાનગર પાલિકા શહેરમાં સ્વચ્છતા માટે ગામમાં ફરીને સ્વચ્છતાનો સંદેશો આપે છે, પરંતુ હકીકત એ છે કે, ખૂદ પાલિકાનું ગેરેજ જ કબાડી ખાનામાં ફેરવાયેલું જોવા મળી રહ્યુ છે, તંત્રની બેદરકારી ના લીધે ગેરેજમાં અનેક વાહનો આડેધડ ભંગાર ખડકાયેલો જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે નવી સુવિધા અને નવા વાહનો તો વસાવે છે પરંતુ તેની જાળવણી અને રિપેરીંગના અભાવે ધીરે ધીરે કન્ડમ બની જાય છે.
બસગેરેજ વિભાગમાં લાંબા સમયથી રામરાથ, મોબાઈલ ટોઈલેટ અને અન્ય વાહનો પડયા પડયા ધુળ ખાય છે જેની કોર્પોરેશનને કોઈ પરવા જ નથી. આ વાહનોનું નથી, તો રિપેરીંગ કરાવી ઉપયોગમાં લેતા કે નથી નિકાલ કરતા. જેને કારણે વાહનોના સ્પેર પાર્ટસ પણ ધીરે ધીરે પગ કરતા જાય છે. જ્યારે શહેરમાં સ્વચ્છતા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ ચાલી રહી છે. સૂકો કચરો-ભીનો કચરો એમ વિભાજન કરવા સહિત સ્વચ્છતા પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બસગેરેજ વિભાગમાં જ ખૂદ ખાતા અધિકારીઓ તેની ચેમ્બરની બહાર ભંગારનો ઢગલો પડયો હોય તેમ અનેક વાહનો અને મનપાનાં સફાઈનાં સાધનો પડયા છે.
કમિશનર એકાદ વખત મનપાનાં બસગેરેજ વિભાગમાં આટોફેરો કરે તો ખ્યાલ આવે કે ગામમાં મહાપાલિકાનાં પ્રચાર-પ્રસારની અસર કેમ ઓછી થાય છે કારણ કે ગામમાંથી આવતો અરજદાર મહાપાલિકામાંથી શું પ્રેરણા લઈ જાય છે, તે નજરની સામે જ છે. આ અંગે જે તે ખાતા અધિકારીઓને નોટિસો ફટકારીને સ્વચ્છતાનો સંદેશ ઘર આંગણેથી શરૃ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે