ખુશીના સમાચાર : 1 એપ્રિલથી ગુજરાતમાં આ લોકોના પગારમાં થશે તગડો વધારો
gujarat workers wage increased : ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે
Trending Photos
Big Decision : રાજય સરકાર દ્વારા લધુતમ વેતનમાં વધારો કર્યો હતો. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જાહેરાત કરી હતી. વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી શ્રમિકોના વેતનમાં સીધો 25 ટકાનો સીધો ફાયદો થયો છે. તેમના માસિક વેતનમાં રૂપિયા ૨૪૩૬.૨૦નો વધારો કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ત્યારે શ્રમ રોજગાર વિભાગ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે કે, રાજ્યમાં 1 એપ્રિલથી શ્રમિકોના લઘુત્તમ વેતન દરમાં વધારો થશે. સાથે જ
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સોમવારે ફાઈનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છએ, જે મુજબ 1 એપ્રિલથી નવા લઘુત્તમ વેતન દરનો 46 વ્યવસાયોના માલિકોએ અમલ કરવાનો રહેશે. કામદારોને 1 ઓક્ટોબર, 2022 થી રૂપિયા 87.30 નું સ્પેશિયલ એલાઉન્સ મળતું હતું, તે 1 એપ્રિલથી બંધ થશે. કારીગરોને સ્પેશિયલ એલાઉન્સ સાથે જે 380.30 રૂપિયાનું લઘુત્તમ વેતન મળતું હતું, તેમાં હવે 93.70 રૂપિયાનો વધારો થયો છે.
આમ, આ સરકારે શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરેલ છે.શ્રમિકોના લઘુત્તમ વેતન નક્કી કરવા માટે ૧૫મી ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં વિવિધ માપદંડો નક્કી કરવામાં આવેલ છે.
ગુજરાતમાં કુલ 46 વ્યવસાયોમાં લઘુત્તમ વેતન ઝોન-1 મા વધારો થયો છે. જેમાં કુશળ કામદારો, અર્ધકુશળ કામદારો, અકુશળ કામદારો સામેલ છે.
તેમને સ્પેશિયલ એલાઉન્સ ઓક્ટોબર 2023 થી અપાશે. જીવન ધોરણ ઈન્ડેક્સ 7220 માં દરેક પંચ પોઈન્ટના વધારા સામે સ્પેશિયલ એલાઉન્સ દૈનિક વેતનમાં 20 પૈસા અને પ્રતિ માસે 5.20 રૂપિયા ચૂકવાશે. આ જાહેરનામામાં ગુજરાતના મોટાભાગના વેપાર-ધંધા આવરી લેવાયા છે. જેથી દરેક કામદારોને વેતનમાં વધારો મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે