કંડલામાં ઈમામી એગ્રો ટેક કંપનીમાં મોટી દુર્ઘટના! ગૂંગળામણથી 5 શ્રમિકોના દર્દનાક મોત

કંડલા ખાતે આવેલી ઈમામી કંપનીમાં ગતરાત્રિના કોઈ અગમ્ય કારણોસર ટેન્ક સાફ કરવા ઉતરેલા એક શ્રમજીવીને મુશ્કેલી થતા તેને બચાવવા માટે અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા ટેન્ક અંદર ઉતરીયા હતા

કંડલામાં ઈમામી એગ્રો ટેક કંપનીમાં મોટી દુર્ઘટના! ગૂંગળામણથી 5 શ્રમિકોના દર્દનાક મોત

ઝી બ્યુરો/કચ્છ: કંડલાની ઈમામી કંપનીમા કામ કરતા પાંચ શ્રમિકોના ટેન્કની સફાઇ સમયે અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યા હતા. તેમના મૃતદેહને રામબાગ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગુંગાળામણને કારણે મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળે છે. 

કંડલા ખાતે આવેલી ઈમામી કંપનીમાં ગતરાત્રિના કોઈ અગમ્ય કારણોસર ટેન્ક સાફ કરવા ઉતરેલા એક શ્રમજીવીને મુશ્કેલી થતા તેને બચાવવા માટે અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા ટેન્ક અંદર ઉતરીયા હતા અને આ પાંચે શ્રમિકોના મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે આ બનાવ અંગે કંપનીના અધિકારીઓ દ્વારા ચોક્કસ કારણ બતાવવામાં આવી રહ્યું નથી પરંતુ ટેન્કમાં કોઈ કેમિકલ હોવાથી કારણે આ શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. 

બનાવની જાણ થતા કંપની સંચાલકો દ્વારા પાંચે મૃતદેહોને આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ પોસ્ટમોટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ બહાર આવશે. જોકે હાલમાં ભોગ બનનારના પરિવારજનો દ્વારા પણ કંપની દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય અને શ્રમિકોની સુરક્ષા અને સેફટીના કોઈ નિયમોનું પાલન કંપની દ્વારા કરવામાં આવતું ન હોવાના આક્ષેપો કર્યા હતા.

આ અંગે ભોગ બનનારના ભાઈઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપની દ્વારા હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી, પોતે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના ભાઈના મૃત્યુ નીપજયા હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીના જવાબદાર અધિકારી દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવતો નથી. પોતાના ભાઈઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોન્ટ્રાક્ટર સાથે આ કંપનીમાં કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે કંપનીના પ્લાન્ટ હેડ મૈનિક પાલ દ્વારા બનાવને દુઃખદ ગણાવી બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે કયા કારણોસર આ બનાવ બન્યો તે તપાસ બાદ જ ખબર પડશે હાલમાં તો શ્રમજીવી પરિવારને કંપની દ્વારા દશ લાખ સહાયરૂપ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news