પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત

Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી અંગે મોટી ખબર... નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે... ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.. PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે

Trending Photos

પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત

Government Job : ગુજરાત પોલીસની ભરતીમાં અરજીઓનું વાવાઝોડુ ફૂંકાયું છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી થઈ છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ત્યારે તેમણે આગામી પરીક્ષાઓને લઈને મોટા અપડેટ આપ્યા છે. 

પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી

  • નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે 
  • ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે 
  • PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે 
  • શારીરિક પરીક્ષા પછી તરત જ લેખિત પરીક્ષા લેવાશે 
  • પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી 
  • PSIની ભરતી માટે 4.99 લાખ અરજી મળી 
  • લોકરક્ષકની ભરતી માટે 11.5 લાખ અરજી  

તારીખ સાથે જાણો ગુજરાતમાં ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટા

ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાનાં બીજાં તબક્કોનો અંતિમ દિવસ 9 સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે હતો. ત્યારે બીજા તબક્કાની સમય મર્યાદામાં મોટા પ્રમાણમાં અરજીઓ મળી છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી. જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે ૪.૪૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી છે. તો બીજીવારમાં પીએસઆઈ ૫૧,૮૦૦ લોકરક્ષક ૧.૩૫ લાખ અરજી આવી છે. 

 

તેમણે પરીક્ષા માટે કહ્યું કે, નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. પીએસઆઈમાં બે પેપર લેવામાં આવશે. પીએસઆઈની બે લેખિત પરિક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરિક્ષા લેવાશે. પીએસઆઈ ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે. 

સાથે જ તેમણે ઉમેદવારોને સલાહ આપતા કહ્યું કે, ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા પાસ થાય છે, તેથી ધૂતારાઓથી દૂર રહે. ગત વખતે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરી અને ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઉમેદવારોને અપીલ કે આવી કોઈ લાલચમાં ન પડે. કુલ અરજી સંખ્યા પીએસઆઈ ૪.૯૯ લાખ તે લોકરક્ષકની ૧૧.૦૫ લાખ અરજી થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news