BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત
Jayesh Radadiya: ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું.
Trending Photos
Jayesh Radadiya: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. જેમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે.
બીજી તરફ, ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થયું છે. મતદાન સમયે ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા, મોહન કુંડારિયા સહિતના જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.
જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. રાજકોટના 40થી વધુ ઉપરાંત અમરેલીના 29, મોરબીના 12 જેટલા મતદારો પણ રાદડીયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે. ઇફ્કોની ચૂંટણીમાં આજે 182 માંથી 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બાકી રહેતા બે મતદારો વિદેશ હોવાથી તેમનું મતદાન થાય તેમ ન હતું.
ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત : બિપિન પટેલ સામે 114 ના જંગી મતોથી મેળવ્યો વિજય #JayeshRadadia #ZEE24kalak #IFFCO pic.twitter.com/pEiTSTnPo7
— Zee 24 Kalak (@Zee24Kalak) May 9, 2024
ગુજરાત માટે લોકસભાની ચૂંટણી કરતાં આજની ઈફકોની ચૂંટણી ઘણી અગત્યની છે. ભાજપના નેતાઓ આજે જૂથમાં વહેંચાયા છે. ભાજપ ભલે આંતરિક વિખવાદો હોવાની ના પાડતો પણ આજે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના નેતાઓ 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. જયેશ રાદડિયા સાથે દિલીપ સંઘાણી અને મોહન કુંડારિયા ગયા છે તો બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને ભાજપનો મેન્ડેટ એટલે ભાજપનો ટેકો છે. બિપિન પટેલ સહકાર સેલના અગ્રણી છે તો રાદડિયાનો રાજકોટમાં દબદબો છે.
ઈફ્કોની ચૂંટણી ગુજરાતમાં નવો વળાંક લાવે તેવી સંભાવના છે. IFFCOએ અમૂલની સમકક્ષ સંસ્થા છે. આ સંસ્થા સાથે 6 કરોડ ખેડૂતોનું ભાવિ જોડાયેલું છે આ સાથે સંસ્થાનું ટર્નઓવર 60 હજાર કરોડની આસપાસ છે. છેલ્લા 2 વર્ષમાં આ ટર્નઓવરનો આંક ડબલ થઈ ગયો છે. ભાજપના નેતાઓની નજર આ 60 હજાર કરોડના વહીવટ પર છે. પહેલાં આ સંસ્થા પર કોંગ્રેસનો દબદબો હતો અને મહેસાણાના નટુ પિતાંમ્બર એક હથ્થુ શાસન ભોગવતા હતા. જોકે, અમિત શાહ સહકાર મંત્રી બન્યા બાદ કોંગ્રેસના નેતાઓનો વીણી વીણીને સહકાર ક્ષેત્રમાંથી સફાયો કરી દીધો છે. બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા એ અમિત શાહના નજીકના છે.
રાદડિયાએ ભાજપ સામે જ બળવો કર્યો
આજે ઈફ્કોની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈફ્કોની ચૂંટણીમાં ઉમેદવાર મોડાસાના પંકજ પટેલનો બિપિન પટેલને ટેકો જાહેર કર્યો છે. બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી ચૂંટણી લડી રહ્યાં છે. તો બિપીન પટેલની હવે સીધી જંગ પૂર્વ મંત્રી જયેશ રાદડીયાએ સાથે છે, જેઓએ પણ ઉમેદવારી કરી છે. બિપિન પટેલ આ ચૂંટમી જીતશે તો ભાજપ એમને ઈફ્કોમાં વાઈસ ચેરમેન કે ચેરમેન પદ આપે તેવી સહકાર સેલમાં ચર્ચાઓ છે. જયેશ રાદડિયા માટે પણ કરો યા મરો જેવી સ્થિતિ છે. ભાજપે મંત્રીપદ લઈ લીધા બાદ લોકસભામાં ટિકિટ આપશે તેવી આશા હતી.
જેઓએ પોરબંદરથી તૈયારીઓ પણ કરી લીધી હતી પણ આખરે માંડવિયાનું નામ ભાવનગરને બદલે પોરબંદરથી ખૂલ્યું અને રાદડિયાનાં સપનાં ચૂર ચૂર થઈ ગયાં... હવે ઈફ્કોમાં જયેશ રાદડિયા બિનહરિફ ડિરેક્ટર છે એ પદની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલના નામનો મેન્ડેટ જાહેર કરતાં રાદડિયાએ ભાજપ સામે જ બળવો કરીને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આજની ચૂંટણીના રિઝલ્ટ બાદ 2 દિવસ બાદના ચેરમેન પદની દાવેદારી પણ રસપ્રદ બને તેવી પૂરી સંભાવના છે. ભાજપના 3 ઉમેદવારમાંથી પંકજ પટેલે ન લડવાનો નિર્ણય લઈ બિપિન ગોતાને ટેકો જાહેર કરી દીધો છે પણ એ સમજી ગયા છે કે રાદડિયા અને બિપિન પટેલની લડાઈમાં પોતાની ખો નીકળશે એ પહેલાં જ તેઓએ બહારનો રસ્તો અપનાવી લીધો છે.
પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. હવે જ્યારે પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કર્યો છે, ત્યારે ભાજપના 2 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો હવે પરિણામ જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
રાજકોટનું છે વર્ચસ્વ
આ ચૂંટણીમાં કુલ 281 મતદારો છે. આમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.
6 કરોડ ખેડૂતોની સંસ્થા ઈફકો
એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે. ઈફકો ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. ઈફકો ભારતના 6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. ભારતના ખૂણેખાંચરે રહેતા ખેડૂતો સુધી ખાતર પહોંચાડવાનો આકરો પડકાર ઈફકોના માર્કેટિંગ વિભાગની સામે રહેલ છે. ઈફકોએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે