ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં કોણે વગાડી મંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ? આ ઘટના પછી તો એવું થયું...

રાજકારણમાં અનેક પ્રકારના કાવા દાવા કરવામાં આવતા હોય છે. વિરોધીઓ દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીને નીચે દેખાડવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે. આવું જ કંઈક કચ્છ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યમંત્રી વાસણ આહીર સાથે બન્યુ. 

ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં કોણે વગાડી મંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ? આ ઘટના પછી તો એવું થયું...

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકારણમાં અનેક પ્રકારના કાવા દાવા કરવામાં આવતા હોય છે. વિરોધીઓ દ્વારા પોતાના પ્રતિસ્પર્ધીને નીચે દેખાડવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે. આવું જ કંઈક કચ્છ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યમંત્રી વાસણ આહીર સાથે બન્યુ. અંજારમાં ભાજપની કારોબારી મિટિંગમાં જિલ્લા પ્રમુખની સ્પીચ વખતે જ રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગી અને ખળભળાટ મચી ગયો. ઉલ્લેખનીય છેકે, વાસણ આહીર કચ્ચ ભાજપના દિગ્ગજ નેતા છે અને વર્ષોથી સરકારમાં સ્થાન ધરાવે છે.

No description available.

કોરોનાને કારણે ભાજપે રૂબરૂ મિટિંગો કરવાને બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ મિટિંગો કરવાનું શરૂ કર્યું છે. આમ, તો આ એક સારી બાબત છે. પણ કચ્છ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરને આ ટેકનોલોજી ભારે પડી. કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં યોજાયેલી ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં અચાનક બનેલી ઘટનાથી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ.

બન્યુ એવું કે, અંજારમાં ભાજપની કારોબારી વર્ચ્યુઅલ મિટિંગની શરૂઆતમાં જ જિલ્લા પ્રમુખની સ્પીચ વખતે જ રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ અચાનક ક્યાંકથી પ્લે થઈ ગઈ. અચાનક ભાજપના પદાધિકારીઓની હાજરીમાં રાજ્યમંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગવા લાગી અને સૌ કોઈ ક્ષોભમાં મુકાઈ ગયાં. ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં મહિલા પદાધિકારીઓ પણ હાજર હતાં. મોટા અવાજ સાથે વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગવા લાગતા સૌ કોઈ અચંભામાં મુકાઈ ગયાં. શું કરવું અને શું ન કરવું એવી સ્થિતિ ઉભી થઈ ગઈ. બે ઘડી તો કોઈને કંઈજ સમજાયું નહીં. ભાજપની જિલ્લા કારોબારીમાં અધ્યક્ષના વક્તવ્ય વચ્ચે જ લાઉડ સ્પીકર અચાનક ક્લિપ વગાડવામાં આવી. ઘટનાન પગલે કચ્છ ભાજપના જિલ્લા પ્રમુખે પણ થોડીવાર માટે પોતાની સ્પીચ બંધ કરી દેવી પડી.

No description available.

કોણ છે વાસણ આહીરનો દુશ્મન?
આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં વાસણભાઇનું પત્તુ કપાઈ જાય તે માટે જાણી જોઈને જિલ્લા ભાજપની કારોબારી મિટિંગમાં બધે સાંભળી શકે તે માટે આ કલીપ ચાલુ કરાઈ હોવાની વાતો પણ શહેરમાં સાંભળવા મળી હતી. હકીકત જે હોય તે પણ એક જ પક્ષમાં રહી પોતાના નેતાની બિભત્સ કલીપો જાહેરમાં માઇક પર ચાલુ કરી દેવાતા સૌ કોઈએ આ બનાવને વખોડયો પણ હતો.

No description available.

વાસણ આહીરની બિભત્સ ક્લિપ કોણે વગાડી?
આ અંગે સૂત્રો મારફતે મળતી માહિતી મુજબ શનિવારે બપોરે 3 વાગ્યે શહેરના રઘુનાથજી મંદિરમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ઓનલાઇન વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપના મોવાડીઓ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયેલા હતા. આ મિટિંગ દરમ્યાન બપોરે અંદાજિત 3-30 વાગ્યાના આસપાસ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલની સ્પીચ ચાલી રહી હતી. જે દરમ્યાન અંજારના પૂર્વ કાઉન્સિલર અને હાલ જિલ્લા ભાજપની કારોબારીમાં સભ્યપદ ધરાવતા એક મોટી ઉંમરના અગ્રણીએ માઇક પાસે પોતાનો મોબાઇલ રાખી દીધો હતો. જેના કારણે અચાનક રાજયમંત્રી વાસણ આહીરની થોડા સમય પહેલા વાયરલ થયેલી બિભત્સ કલીપ શરૂ થઈ ગઈ હતી.

કઈ રીતે એક મિનિટ સુધી વર્ચ્યુઅલ મિટિંગમાં બિભત્સ ક્લિપ વાગતી રહી?
જિલ્લા ભાજપના પ્રમુખે પોતાની સ્પીચને થોડી વાર માટે અટકાવી દીધી હતી. ચાલુ મિટિંગમાં અચાનક ચાલુ થયેલી કલીપ લગાતાર એક મિનિટ સુધી ચાલુ જ રહી હતી. કોણ છે વાસણ આહીરનું દુશ્મન? વાસણ આહીરની બદનામીથી રાજકીય રીતે કોને થઈ શકે છે લાભ? આ ઘટના અચાનક બની છેકે, પછી પૂર્વ નિયોજીત કાવતરું છે? આ ઘટના બાદ આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

શું જાણી જોઈને ચાલુ રખાઈ હતી વાસણ આહીરની બિભત્સ ક્લિપ?
જિલ્લા ભાજપના કારોબારી સભ્યોએ માઇક પાસે જ મોબાઈલ રાખ્યો હોવાથી તેમાં અચાનક વાસણભાઇની બિભસ્ત કલીપ ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે ભૂલ કરનાર વ્યક્તિએ મોબાઈલ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલુ થયેલી કલીપ બંધ કરતા ન આવડતું હોવાથી સતત એકાદ મિનિટ સુધી કલીપ માઇક પર જ ચાલુ રહી હતી. અને એક સાથે આ મિટિંગમાં જોડાયેલાં સંખ્યાબંધ લોકો તેને સાંભળતા રહ્યાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news