સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Trending Photos

સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા

ચેતન પટેલ/સુરત :સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં દિન દહાડે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે ધસી આવેલા 2 અજાણ્યા શખ્સોએ જ્વેલર્સમાં કામ કરતાં કર્મચારી અને માલિક પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા ઝીંકીને પીઠ સહિતના ભાગે કર્મચારીને ઈજાગ્રસ્ત કરીને લૂંટારુઓ નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતના સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણી કરી, ઈન્દોરમાં ધરપકડ

ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લૂંટારુંઓએ જ્વેલર્સમાં જે રીતે આતંક મચાવ્યો તેના CCTV ફૂટેજ મળી આવ્યા છે. જેમાં તેઓ ભાગતા નજરે પડી રહ્યાં છે. 

પાર્થ કોમ્પલેક્સમાં આવેલા જ્વેલર્સમાં લૂંટારુઓ ગ્રાહક બનીને આવ્યા હતા. બે અજાણ્યા ઇસમો ગ્રાહકના સ્વાંગમા દુકાનમાં ઘૂસ્યા હતા. તેઓએ પહેલા ચાંદીની, અને ત્યાર બાદ સોનાની લકી જોવા માંગી હતી. ત્યારબાદ માળા જોઈ હતી. દુકાનદાર નીતિનભાઈને બંને ગ્રાહકો પર શંકા જતાં તેમણએ પૂછપરછ કરી હતી. એટલે બંને શખ્સોએ ચપ્પુ કાઢ્યું હતું. હજી તો દુકાન માલિક કંઈક સમજે તે પહેલા એક શખ્સે ચપ્પુથી હુમલો કર્યો હતો. શખ્સે દુકાનદાર નીતિનભાઈના માથામાં બે ઘા અને પીઠ પર 5 ઘા માર્યા હતાં. જેથી ઇજાગ્રસ્ત નીતિનભાઈ નગીન સોનીને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે જ્વેલરીની દુકાનમાં થયેલી લૂંટ અને હુમલા મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓએ ચપ્પુના ઘા ઝીંકી દેતા દુકાનમાં બૂમાબૂમ થવા લાગી હતી. જેથી પ્રસંગ જ્વેલર્સમાંથી લૂંટારૂઓ નાસવા લાગ્યા હતાં. જોકે લૂંટારુઓ દુકાનમાંથી કંઈ પણ લૂંટવામાં સફળ રહ્યા ન હતા અને ભાગી છૂટ્યા હતા. લૂંટની વાતથી આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news