ઉજ્જડ ડાંગમાં થશે પાણીની રેલમછેલ, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે છુટ્ટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરી
Trending Photos
ગાંધીનગર :ગુજરાતના દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગ (Dang) જિલ્લાને ‘હર ખેતકો પાની’ (Har khet ko pani) ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (krishi sinchai yojana) અંતર્ગત કેન્દ્ર સરકારે 97.48 કરોડ રૂપિયાના ખર્ચે 2512 સિંચાઇ કૂવા ખોદકામની મંજૂરી આપી છે. ડુંગરાળ અને કાયમી સિંચાઇથી વંચિત એવા ડાંગના વનબંધુ ખેડૂતોની સિંચાઇ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી ભારત સરકારમાં રજૂઆત કરી હતી, જેનો આજે ફળદાયી પ્રતિસાદ મળ્યો છે. કુલ 3655 વનબંધુ ધરતીપુત્રોને આ લાભ મળશે. 2512 કૂવા, 628 સોલાર પમ્પ, 1884 ઇલેકટ્રીકલ પમ્પથી ડાંગ-આહવાની 3768 હેકટર જમીનને સિંચાઇની તમામ સુવિધા મળશે. જેથી ધરતીપુત્રો મબલક પાક મેળવી શકશે.
26/11 મુંબઈ હુમલો : ફાંસી પર લટકતા પહેલા આતંકી કસાબે કહ્યા હતા આ ચાર શબ્દો
ડુંગરાળ એવો ડાંગ પ્રદેશ પાણીની કાયમી સુવિધાથી વર્ષોથી પિડાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રદેશમાં સિંચાઇની કાયમી સુવિધાના અભાવે આદિજાતિ ખેડૂતોને નાના ચેકડેમ આધારિત સિંચાઇ કરવી પડતી હોવાની રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકારમાં પ્રોજેકટ રજૂ કરવા જળસંપત્તિ વિભાગને સૂચનાઓ આપી હતી. ત્યારે મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે જળસંપત્તિ વિભાગે વિગતવાર પ્રેઝન્ટેશન અને દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલાવી હતી.
આ ઉપરાંત, આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ 163.29 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી ભારત સરકાર 60:4૦ના પ્રમાણ અનુસાર 97.48 કરોડ રૂપિયાની રકમ ગુજરાતને ફાળવી આપી છે. આ પ્રોજેકટ અનુસાર ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં કુલ 2512 કૂવાઓનું નિર્માણ કરાશે. આ સાથે જ 628 સોલાર પમ્પ અને 1884 ઈલેકટ્રિકલ પમ્પ આ કૂવાઓમાંથી પાણી ખેતરો સુધી પહોંચાડવા ઉપયોગમાં લેવાશે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત આ પ્રોજેકટથી આહવા-ડાંગની કુલ 3768 હેકટર જમીનને સિંચાઇ સુવિધા મળતી થશે. 3655 જેટલા આદિજાતિ ખેડૂતો સિંચાઇ દ્વારા પાક ઉત્પાદન લઇને આર્થિક સમૃદ્ધિની દિશા તરફ આગળ વધશે. ભારત સરકારે આ યોજના અન્વયે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 58.48 કરોડની રકમ ગુજરાતના જળસંપત્તિ વિભાગને ફાળવી આપી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે