ગુજરાતમાં એક એવું ગામ જ્યાં છે શિક્ષકોનું સામ્રાજ્ય, અહીં મોટાભાગના પરિવારોમાં 10 થી વધુ સભ્યો છે શિક્ષક
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાનું ચાપલધરા ગામ શિક્ષકોના ગામ તરીકે ઓળખાય છે વર્ષો અગાઉ ધોરણ 5 ભણેલા બાળકો શિક્ષક બન્યા, ત્યારબાદ ધોરણ 7 પછી, ધોરણ 10 પછી અને ત્યારબાદ PTC અને હવે Bed પછી પણ અહીંના યુવાનો શિક્ષકની નોકરી જ સ્વિકારે છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: "શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં ખેલતે હૈ" આ ઉક્તિ નવસારીના 6500ની વસ્તી ધરાવતા ચાપલધરા ગામમાં રહેતા લોકોએ સાચી કરી દેખાડી છે. કારણ આ ગામમાં સૌથી વધુ શિક્ષકો છે. જેમાં પણ જાતિ આધારિત નહીં પરંતુ પ્રતિભા અને કૌશલ્યના દમ પર અહીંના લોકો ત્રણ ત્રણ પેઢીથી શિક્ષકના વ્યવસાય સાથે જોડાયા છે.
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાનું ચાપલધરા ગામ શિક્ષકોના ગામ તરીકે ઓળખાય છે વર્ષો અગાઉ ધોરણ 5 ભણેલા બાળકો શિક્ષક બન્યા, ત્યારબાદ ધોરણ 7 પછી, ધોરણ 10 પછી અને ત્યારબાદ PTC અને હવે Bed પછી પણ અહીંના યુવાનો શિક્ષકની નોકરી જ સ્વિકારે છે. દાદા અને પિતા પાસેથી પ્રેરણા મેળવીને આજે પણ ચાપલધરાના યુવાનો શિક્ષક બનવાના જ સપના સેવે છે. જેને કારણે અહીંના દરેક ઘરમાંથી શિક્ષક મળે છે. ઘણા પરિવારો એવા છે કે જેમાં 10/15 કે તેથી વધુ સભ્યો શિક્ષકો જ છે. જેથી ચાપલધરા ગામનો સાક્ષરતા દર પણ સૌથી વધુ છે. એટલું જ નહી આસપાસના ગામડાઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃકતા વધી છે.
ચાપલધરા ગામના શિક્ષકો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ સુધી પોતાની સેવા આપી રહ્યા છે. ગામની વસ્તીમાં આદિવાસી, મુસ્લિમ અને રાજપૂતની વસ્તી નોંધપાત્ર છે. જેમાં સામાન્ય કેટેગરીમાં આવતા રાજપૂતો પણ શિક્ષકના વ્યવસાયમાં છે. જેનું કારણ મેરીટ કરતા પણ રાજ્ય સરકાર દ્વારા ટેટની પરીક્ષા પાસ કરતા ક્ષમતા અને કુશળતાને કારણે રાજપૂતો પણ શિક્ષક છે. બીજુ ગામની દીકરી ગામમાં જ એ ઉકિત પ્રમાણે શિક્ષિકા દીકરીને ગામમાં જ શિક્ષક પતિ મળી જાય છે. જેથી ગામમાં શિક્ષક દંપતીઓની સંખ્યામાં પણ વધુ છે.
પેઢીઓથી શિક્ષકના પવિત્ર વ્યવસાયને જ પસંદ કરતા ચાપલધરાના યુવાનો ભારતના નિર્માણમાં શિક્ષક જ મહત્વનો ભાગ ભજવી શકે એવું માની રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે