ચોટીલા ચામુંડા માતા અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
Trending Photos
સુરેન્દ્રનગર : ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતનાં એક પછી એક યાત્રાધામો બંધ થઇ રહ્યા છે. નાગરિકો શક્ય તેટલા ઓછા બહાર નિકળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જે અનુસંધાને ગુજરાતનાં મોટા ભાગના ખ્યાતનામ મંદિરો સરકાર દ્વારા અપીલ કરવામાં આવ્યા બાદ ટપોટપ બંધ થઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચોટીલા ચામુંડા માતાનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આવતીકાલ 14 એપ્રીલથી 30 એપ્રીલ સુધી દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી તરફ બોટાદ જિલ્લાનું સાળંગપુર હનુમાનજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ. હનુમાનજી મંદિરમાં હરિભક્તો દર્શન માટે નહીં મળે પ્રવેશ. ભક્તો ઓનલાઇન માધ્યમથી દર્શન કરી શકશે. જો કે હવે મંદિરમાં પ્રવેશ આપવામાં નહી આવે. અત્રે નોંધનીય છે કે, હાલમાં સરકાર દ્વારા તમામ મંદિરોને ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
હાલ ગુજરાતમાં સોમનાથ મંદિર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, દ્વારીકા મંદિર સહિત તમામ ખ્યાતનામ મંદિરો દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ મંદિરોમાં ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખ્યાતનામ મંદિરોને હાલ પુરતા દર્શન મોકુફ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે વધતા કોરોના સંક્રમણ વચ્ચે તમામ ટ્રસ્ટો દ્વારા એક પછી એક મંદિરો તબક્કાવાર રીતે બંધ કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે