અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત, આજે સુરત-અમદાવાદથી ટ્રેન દોડાવાશે
લોકડાઉન લાગ્યા બાદ દરેક રાજ્યમાં પરપ્રાંતીયોને કેન્દ્ર સરકારે રાહત આપતા સમાચાર આપ્યા હતા. તેઓને પોતાના વતન જવાની છૂટ આવી હતી. આ માટે જે તે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું હતું. ત્યારે આખરે ગુજરાતમાંથી પરપ્રાંતીયોને લઈ જવા માટે ટ્રેન નીકળવાની છે. બે દિવસમા મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ જવા માટે આરજી કરી હતી. ત્યારે સુરત અને અમદાવાદ સ્ટેશન પરથી આજે ટ્રેનો દોડાવાની છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આજે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જઈ રહી છે. તો અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો માટે 1077 નંબર પર કોલ કરવાનો રહેશે. 1077 પર કોલ કરી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉન લાગ્યા બાદ દરેક રાજ્યમાં પરપ્રાંતીયોને કેન્દ્ર સરકારે રાહત આપતા સમાચાર આપ્યા હતા. તેઓને પોતાના વતન જવાની છૂટ આવી હતી. આ માટે જે તે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું હતું. ત્યારે આખરે ગુજરાતમાંથી પરપ્રાંતીયોને લઈ જવા માટે ટ્રેન નીકળવાની છે. બે દિવસમા મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ જવા માટે આરજી કરી હતી. ત્યારે સુરત અને અમદાવાદ સ્ટેશન પરથી આજે ટ્રેનો દોડાવાની છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આજે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જઈ રહી છે. તો અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો માટે 1077 નંબર પર કોલ કરવાનો રહેશે. 1077 પર કોલ કરી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
AMCનો મહત્વનો નિર્ણય : કોરોના વોરિયર્સને કોરોના હશે તો ફાઈવસ્ટાર હોટલમાં ફ્રી સારવાર કરાવાશે
એક ટ્રેનમાં અંદાજે 1200 જેટલા લોકો અને એ પણ નોંધાયેલા લોકો જ જશે. સમગ્ર આયોજન વહીવટી તંત્ર દ્વારા કરાયુઁ છે. પરંતુ વતન જવા માંગતા શ્રમિકોએ પોતાની ટિકીટ બુક કરાવવાની રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાનના મજૂરો રવાના કરાયા છે. આજે યુપીના મજૂરોને મોકલવામાં આવશે.
‘બે દિવસ છે.. વધુ રૂપિયા આપીને પરપ્રાંતીયો સુરતથી ચાલ્યા જાવ.. હવે જમવાનુ પણ નહિ અપાય...’
સુરતથી ટ્રેન નીકળશે
સુરતમાં મોટી સંખ્યામાં ઓરિસ્સાના લોકો કામ કરે છે. તો ઓરિસ્સા રાજ્યએ પરપ્રાંતીયોએને આવકાર્યા છે. આવમાં આજે સુરતથી ઓરિસ્સા ટ્રેન દોડાવાશે. બપોરે 4 વાગ્યે ટ્રેન સુરતથી રવાના થશે. 1200 લોકોને લઇ ટ્રેન ઓરિસ્સા જવા નીકળશે. તમામને પાસ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. જે લોકોને જવાન છે તેઓ સ્ટેશન પર પાસ બતાવશે એટલે તુરત ટિકીટ આપવામાં આવશે. જેને પગલે સ્ટેશન પર પોલીસનો લોખડી બંદોબસ્ત ગોઠવાયો છે.
લોકડાઉનના ધજ્જિયા ઉડાવતી રાજકોટની સરકારી સ્કૂલ, 100 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લેવા બોલાવ્યા
અમદાવાદથી 2 ટ્રેનો દોડશે
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આજે 4 વાગે અને 7 વાગે બે ટ્રેન શ્રમિકોને લઈ જશે તેવી જાહેરાત કરાઈ છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ રેલવે તંત્ર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદથી પરપ્રાંતીય લોકોના પોતાના વતન મોકલવા આ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. આજે બે ટ્રેન રવાના થશે. એક ટ્રેન સાંજે ચાર કલાકે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જવા નીકળશે. તો બીજી ટ્રેન મોડી રાત્રે રવાના થશે.
અમદાવાદથી ઉપડનારી ટ્રેન સીધી વન સ્ટોપ આખરી સ્ટેશને રોકાશે
અમદાવાદના કલેક્ટર કે.કે નિરાલાએ ટ્રેનના આયોજન અંગે જણાવ્યું કે, એક ટ્રેનમાં 1200 લોકોને જ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. રેલવે દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં આવશે. અમદાવાદથી ઉપડનારી ટ્રેન સીધી વન સ્ટોપ આખરી સ્ટેશને રોકાશે. સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ જ જઈ શકાશે. હેલ્થ સ્ક્રીનીંગ પૂર્ણ કર્યા બાદ જ મંજૂરી મળશે. ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યો માટે પણ વ્યવસ્થા કરશે. સ્થાનિક વહીવટી તંત્રની આગોતરી મંજૂરી વગર નહિ જઈ શકાય. આગામી દિવસોમાં અન્ય શહેરો માટે પણ ટ્રેનો દોડાવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે