હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે આપ્યુ મોટુ નિવેદન

હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે આપ્યુ મોટુ નિવેદન
  • હાર્દિક પટેલના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ 
  • હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી 

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના કાર્યકાહી અધ્યક્ષ હાર્દિક પટેલ (hardik patel) ના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ છે. હાર્દિક પટેલ આમ  આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા ઉઠી છે. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપ (AAP) મા જોડાવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપ (BJP) ની બી ટીમ ગણાવી છે. 

ભાજપ એ આપની બી ટીમ છે - હાર્દિક પટેલ 
હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી (gujarat congress) જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટી (aam aadmi party) ને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે. 

હાર્દિકના નિવેદન પર આપનો જવાબ 
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, આ બધુ જનતા નક્કી કરશે. કોંગ્રેસના અધ્યક્ષ હિત જાહેર થાય તે તેમના હિતમાં છે, નહિ તો આ પ્રકારના નિવેદનો આવતા રહેશે. ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો આપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી બધા ભાજપમા જોડાતા હતા. પહેલીવાર લોકો બીજી પાર્ટીમાં આવી રહ્યા છે. આવા નિવેદનો આપીશુ તો રાહુલ ગાંધીની નજરમાં આવીશુ, તેથી આવા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. ભાજપનો આર્થિક સપોર્ટ છે એ વાત આશ્ચર્યજનક છે. આપ પાસે સારુ કાર્યાલય નથી, ચૂંટણી લડવા માટે રૂપિયા નથી, ભાજપ જેવી ભવ્યતા નથી, છતા કોઈ આવુ કહેતા હોય તો તે હાસ્યસ્પદ વાત છે. 

ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ કે, ગુજરાતના રાજકારણમાં આ બીજા નંબર માટેની લડાઈ છે. ભાજપ પહેલા નંબર છે. આપ અને કોંગ્રેસ વચ્ચે બીજા નંબર માટે
લડાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news