આજે વાવાઝોડામાં ક્યાંય પણ ફસાઓ તો આ નંબર પર સંપર્ક કરજો, તરત મદદ મળશે
Latest Update On Biparjoy Cyclone : બિપોરજોય વાવાઝોડુ આજે ત્રાટકવાનું છે, ત્યારે વાવાઝોડામાં તમે ગમે ત્યાં ફસાવો તો આ નંબરો ડાયલ કરીને મદદનો હાથ લંબાવી શકો છો.... સરકારે જાહેર કર્યા છે આ હેલ્પલાઈન નંબર
Trending Photos
Gujarat Weather Forecast: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં પણ ક્યાં ક્યાંથી મદદ મળશે તે માટેના નંબરોની માહિતી આ રહી
વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓ માટે કંટ્રોલ રૂમ નંબર
વાવાઝોડાના અસરથી જે જિલ્લાઓને સૌથી વધુ નુકસાન થવાનું છે, તેમાં કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબી છે. આ જિલ્લાઓ પર વાવાઝોડું સૌથી વધુ નુકસાની વેરશે. ત્યારે આ જિલ્લાના લોકો વાવાઝોડામાં ક્યાંય પણ ફસાય તો નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવાથી મદદ મળશે.
બિપરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ: વાવાઝોડું સાંજે 6 થી 9:30 વચ્ચે ટકરાશે#CycloneBiparjoy #BiparjoyUpdate #BiparjoyAlert #Gujarat pic.twitter.com/vPVVzsKHoq
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
- કચ્છ જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 02832-250923
- મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 02822-243300
- પોરબંદર જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 0283-2220800
- જૂનાગઢ જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 0285-2633446
- ગીર સોમનાથ જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 0286-240063
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 02833-232125
- રાજકોટ જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 0281-2471573
- જામનગર જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે 0288-2553404
જીવનમાં 25-30 વાવાઝોડા જોનાર રામજી મંદિરના પૂજારીએ કર્યો બિપોરજોય વિશે મોટો દાવો
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
1. અમદાવાદ - 079-27560511
2. અમરેલી - 02792-230735
3. આણંદ - 02692-243222
4. અરવલ્લી - 02774-250221
5. બનાસકાંઠા - 02742-250627
6. ભરૂચ - 02642-242300
7. ભાવનગર - 0278-2521554/55
8. બોટાદ - 02849-271340/41
9. છોટાઉદેપુર - 02669-233012/21
10. દાહોદ - 02673-239123
11. ડાંગ - 02631-220347
12. દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર - 079-23256639
14. ગીર સોમનાથ - 02876-240063
15. જામનગર - 0288-2553404
16. જૂનાગઢ - 0285-2633446/2633448
17. ખેડા - 0268-2553356
18. કચ્છ - 02832-250923
19. મહીસાગર - 02674-252300
20. મહેસાણા - 02762-222220/222299
21. મોરબી - 02822-243300
22. નર્મદા - 02640-224001
23. નવસારી - 02637-259401
24. પંચમહાલ - 02672-242536
25. પાટણ - 02766-224830
26. પોરબંદર - 0286-2220800/801
27. રાજકોટ - 0281-2471573
28. સાબરકાંઠા - 02772-249039
29. સુરેન્દ્રનગર - 02752-283400
30. સુરત - 0261-2663200
31. તાપી - 02626-224460
32. વડોદરા - 0265-2427592
33. વલસાડ - 02632-243238
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગોમતી ઘાટ પર દરિયાદેવની કરી પૂજા અર્ચના....#ParshottamRupala #CycloneBiparjoy #BiparjoyUpdate #BiparjoyAlert #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/K19spycRS6
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
રેલવે માટે આ નંબર પર સંપર્ક કરવો
બિપરજોયને કારણે ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, ઓખા જતી મોટાભાગની ટ્રેનો રદ થઈ છે. રેલવે દ્વારા ગાંધીધામ અને ભુજ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. ગાંધીધામનો હેલ્પ ડેસ્ક નંબર 02836-239002, જયારે ભુજ માટે 9724093831 નંબર ઉપર મદદ માંગી શકાશે. કુલ 137 ટ્રેનો માંથી મોટાભાગની ટ્રેનો રદ્દ અને કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
અમદાવાદમાં હેલ્પલાઈન નંબર
બીપારજોય વાવાઝોડાને લઇ પાલડી ખાતે AMC નું કંટ્રોલ રૂમ એલર્ટ કરાયું છે. એસ્ટેટ, ઈજનેર, ફાયર, ટોરેન્ટ પાવર નો સ્થાફ કંટ્રોલ રૂમમાં 24/7 હાજર છે. ત્રણ શિફ્ટમાં 100 જેટલો સ્ટાફ કંટ્રોલ રૂમમાં તૈનાત કરવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયે પાલડી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા ચાર નંબર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદીઓ સંકટ સમયે 9726416167, 6359961867, 6359961868, 6359961870 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.
માંડવીમાં ઉછળી ઉંચી- ઉંચી સમુદ્રી લહેરો, તંત્ર ખડેપગે#CycloneBiparjoy #BiparjoyUpdate #BiparjoyAlert #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/DuTyBdSsCL
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
વાવાઝોડાથી નુકસાની સામે આ નંબર પર સંપર્ક કરવો
આ ઉપરાંત અમદાવાદ મનપા દ્વારા વાવાઝોડાને નુકસાનીને લગતી કોઈ પણ ફરિયાદ નોંધાવવા માટે ૧૦૫૫૩૦૩ નંબર જાહેર કરાયો છે. નાગરિકો ૯૯૭૮૩૫૫૩૦૩ નંબર પર વોટ્સ એપથી ફરિયાદ કરી શકશે. દરેક ઝોનલ ઓફીસ ખાતે કંટ્રોલ રૂમ કાર્યકર કરાયા છે. મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સતત વાવાઝોડાનું મોનીટરીંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં ૩૫ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન અને વરસાદની શક્યતા છે. તેથી મનપા દ્વારા સૂચના અપાઈ કે, લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે.
દમણમાં ભાજપે નંબર જાહેર કર્યાં
પરિસ્થિતિની ગંભીતા જોતા હવે દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપ પણ મેદાને આવ્યું છે. આજે દમણ દીવને દાદરા નગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ અને પ્રદેશના અગ્રણી જીગ્નેશ પટેલ સહિત ભાજપના ઉચ્ચ હોદ્દેદારોએ દમણ ના દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લીધી હતી. અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂર જણાય તો લોકોને મદદ કરવા માટે પણ ભાજપે તૈયારી કરી છે. સાથે જ ભાજપ દ્વારા જરૂર જણાય તો લોકો માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. દમણ નગર પાલિકા ના પ્રમુખ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ નો નંબર હેલ્પ લાઈન તરીકે 9825148344, 9898236517 જાહેર જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે દીવમાં પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આથી પ્રદેશ ભાજપ દ્વારા દીવમાં પણ પાર્ટીના અગ્રણીઓને કાર્યકર્તાઓ જરૂરિયાતના સમયે લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે.આમ પ્રશાસનની સાથે હવે દમણ પ્રદેશ ભાજપ પણ મેદાને આવી અને લોકોને સહાયરૂપ બનવા પ્રયાસ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે