Amreli: મહિલા મોરચાના મહામંત્રી ફોટા પર બીભત્સ કોમેન્ટ કરતા સર્જાયો વિવાદ

તરઘરી ગામમાં સરકારી જમીનો ઉપર દુકાનો હતી. તે દુકાનો ઉપર ડીમોલેશન કરી દૂર કરી તેનું મનદુઃખ રાખી આ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી છે.

Amreli: મહિલા મોરચાના મહામંત્રી ફોટા પર બીભત્સ કોમેન્ટ કરતા સર્જાયો વિવાદ

કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં આવેલા કુંકાવાવ ગામના તરઘરી ગામના મહિલા સરપંચ રમાબેન હિરપરાને તાજેતર ભાજપ (BJP) દ્વારા અમરેલી જિલ્લામાં મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂંક કરી હતી. તે ફોટો તેમને ફેસબુક (Facebook) માં શેર કર્યો તે દરમિયાન ભાવેશ નિમાવત નામના શખ્સ દ્વારા તે ફોટામાં અભદ્ર બીભત્સ કોમેન્ટ કરતા વિવાદ થયો સરપંચ દ્વારા વડીયા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તાજેતરમાં પ્રદેશ ભાજપ (BJP) અને અમરેલી (Amreli) જિલ્લા ભાજપ દ્વારા કેટલીક મહિલાઓને હોદા આપી મહત્વની જવાબદારી સોંપી હતી. જેમાં રમાબેન હીરપરા નામની મહિલાને મહિલા મોરચા મહામંત્રી તરીકેની નિમણૂંક થતા ફેસબુક (Facebook) પર અભિનંદન આપ્યા હતા. તે વચ્ચે આ તરઘરી ગામના શખ્સ ભાવેશ નિમાવત દ્વારા અભદ્ર ટીપણી કરતા ભાજપ કાર્યકરોમાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.

મામલો પોલીસ સ્ટેશન (Police Station) પહોંચતા મહિલા રમાબેન દ્વારા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. તરઘરી ગામમાં સરકારી જમીનો ઉપર દુકાનો હતી. તે દુકાનો ઉપર ડીમોલેશન કરી દૂર કરી તેનું મનદુઃખ રાખી આ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી છે.

જ્યારે બાદલપુર (Badalpur) ગામના ઉપસરપંચ દ્વારા ફેસબુકમાં ફોટો મૂકી અભિનંદન આપ્યા હતા. પરંતુ તે વચ્ચે આ ઇસમને સારું નહિ લાગતા બીભત્સ કોમેન્ટ (Coment) કરતા ભારે વિવાદ અને મહિલા કાર્યકરોમાં રોષ જોવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો તરઘરી ગામના સરપંચ રમાબેન હીરપરા એ કહ્યું મારા ગામમાં નવુ બસસ્ટેન્ડ બનાવવા માટે 2 દુકાનોના ડીમોલેશન કર્યા હતા. તેના કારણે આ શખ્સ દ્વારા મારા ફોટા માં અભદ્ર ટીપણી કરી છે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news