રો રો ફેરી સર્વિસ મહત્વની સાબિત થઈ, રોડ માર્ગ કરતાં જળમાર્ગથી 60 ટકા સમયની બચત

વાવણીનો સમય હોવાથી ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર મળી રહે તે માટે કંપની દ્વારા ઘોઘા હજીરા રોપેક્સ સર્વિસની પસંદગી કરવામાં આવી હતી. 

રો રો ફેરી સર્વિસ મહત્વની સાબિત થઈ, રોડ માર્ગ કરતાં જળમાર્ગથી 60 ટકા સમયની બચત

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) ના ઘોઘા (Ghogha) અને સુરત (Surat) ના હજીરા વચ્ચે જળ માર્ગે ચાલી રહેલી રો પેક્સ ફેરી સર્વિસ થી સમય અને ઇંધણ ખાસી બચત થઈ રહી છે. સૌરાષ્ટ્ર તરફ મોકલવામાં આવતો મોટાભાગનો માલસામાન કંપનીઓ હવે રો ફેરી સર્વિસ (Ro-PAX Ferry Service) ના સહારે મોકલાવી રહી છે ત્યારે વધુ એક કન્સાઇનમેન્ટ રો પેક્સ દ્વારા ઘોઘા પહોંચ્યું હતું, સુરત થી સૌરાષ્ટ્ર (Saurashtra) માટે ખાતર જથ્થો ભરેલા ટ્રક સુરત થી હજીરા ઘોઘા ફેરી સર્વિસ મારફત ઘોઘા આવી પહોંચ્યા હતા. 

રો રો દ્વારા પરિવહન થી સમયની બચત થશે
ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરવાની તૈયારી કરી લીધી છે, એવા સમયે ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે ખુબ જરૂરી છે, ત્યારે સુરતના ક્રિભકો માંથી સૌરાષ્ટ્ર (Saurashtra) માટેના ખાતરના કન્સાઇનમેન્ટ ભરેલા ટ્રક જળમાર્ગે રો-પેક્સ ફેરી (Ro-PAX Ferry Service) સર્વિસ દ્વારા ઘોઘા ખાતે આવી પહોંચ્યા હતા, સુરતથી રોડ માર્ગ કરતા જળમાર્ગ પસંદ થતાં 60 ટકા સમયની બચત થઈ શકે છે.

ઘોઘા હજીરા ફેરી સર્વિસથી સમય અને ઈંધણની બચત
સુરત (Surat) ના હજીરા અને ભાવનગરના ઘોઘા વચ્ચે જળમાર્ગે ચાલી રહેલી રો પેક્સ ફેરી સર્વિસના કારણે સમય અને ઈંધણની ખાસી એવી બચત થઈ રહી છે ત્યારે લોકો વધુમાં વધુ સારી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતના ક્રિભકોમા ઉત્પાદન થતાં ફર્ટીલાઇઝર ખાતરને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સમયસર કઈ રીતે મોકલી શકાય એ અંગે વિચારણા થતા રો પેક્સ ફેરી (Ro-PAX Ferry Service) મારફત ખાતર ભરેલા ટ્રક મોકલવામાં આવે તો 60 ટકા સમયની બચતનો અભિપ્રાય સામે આવતા ત્વરીત અમલ કરવામાં આવ્યો હતો.

ખેડૂતો ને સમયસર ખાતર મળી રહેશે
વાવણીનો સમય હોવાથી ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર મળી રહે તે માટે કંપની દ્વારા ઘોઘા હજીરા રોપેક્સ સર્વિસની પસંદગી કરવામાં આવી હતી અને તે મુજબ ખાતર ભરેલા પ્રથમ ટ્રક જળમાર્ગ સુરતના હજીરાથી ઘોઘા ખાતે આવી પહોંચ્યો હતો તેમજ આ જથ્થો અહીંથી સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રાંત માટે મોકલવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news