Corona virus: રાજ્યમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ! જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં આંસિક વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કેસની સંખ્યામાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસ (Corona virus) ના કેસમાં ફરી વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં નવા કેસ બાદ કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 266,034 થઈ ગયા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો
ગુજરાતમાં 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ નોંધાયા હતા. તો 16 ફેબ્રુઆરીએ 263 કેસ સામે આવ્યા હતા. 14 ફેબ્રુઆરીએ રાજ્યમાં 247 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આંકડો 278 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ IND vs ENG: શું તમે મેચ જોવા માટે ટિકિટ બુક કરાવી છે? તો પાર્કિંગ અને ટ્રાફિકના નિયમો પણ જાણી લો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 58, સુરત જિલ્લામાં 47, રાજકોટ જિલ્લામાં 42, જામનગર જિલ્લામાં 9, મહેસાણામાં 6, આણંદમાં 5, ગાંધીનગર 10, સીર સોમનાથ 5, ખેડા 5, સાબરકાંઠા 5, બનાસકાંઠા, કચ્છમાં 4-4 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં એક મૃત્યુ થયું છે.
ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 1703 છે, જેમાં 32 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2 લાખ 59 હજાર 928 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4403 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકા છે.
રાજ્યમાં રસીકરણની કામગીરી
ગુજરાતમાં આજે 317 કેન્દ્રો પર 3718 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 5630 વ્યક્તિઓનું રસીકરણનું કાર્ય પૂર્ણ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે