વિચિત્ર કિસ્સો: તંત્રની ટીમ લગ્ન મંડપમાં પહોંચી અને યુવતિને કરી દીધી કોરોન્ટાઇન, જાણો શું છે સમગ્ર મામલો
આરોગ્યની ટીમ દ્વારા સઘન સર્વેલન્સમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે કરવામાં આવી હતી.
Trending Photos
જય પટેલ, વલસાડ : રાજયમાં વધી રહેલા કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તહેવારો બાદ કોવિડ-૧૯ની કામગીરી માટે વલસાડ જિલ્લા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તહેવાર બાદ મેડીકલ બુથ દ્વારા સ્વૈચ્છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્ક્રીનિંગ તેમજ વેન્ડરોનું એન્ટીજનટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે બહારગામથી આવતા લોકોનું પણ ચુસ્ત રીતે સ્ક્રીનીંગ થાય તે માટે ચેકપોસ્ટ ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્યની ટીમ દ્વારા સઘન સર્વેલન્સમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે કરવામાં આવી હતી. આ માટે તેઓ ૧૦/૧૧/૨૦૨૦ના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્ય રાજયની હિસ્ટ્રીના આધારે આ યુવતીની આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. પેશન્ટની હિસ્ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના આજે તા. ૨૭/૧૧/૨૦૨૦ ના રોજ લગ્ન હતા.
આ બાબતની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર સાથેની ટીમ મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે મળી આવી હતી. જયારે આરોગ્યની ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવતીના લગ્ન લેવાતા હતા. લગ્નમાં તમામ લોકોએ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્યની ટીમ દ્વારા હાજર સગાસબંધીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કોઇ પોઝીટીવ માલુમ પડયું ન હતું. કોરોના પોઝીટીવ આવેલી કન્યાને પિતાના ઘરેજ કોરોન્ટાઇન કરી દેવામાં આવી છે.
બીજી ટેસ્ટ ન થાય ત્યાં સુધી કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા જણાવાયું છે. આ સમયે કન્યાના સગા સંબંધીઓએ આરોગ્યની ટીમને સાથ અને સહકાર આપ્યો હતો. જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા સધન સર્વેલન્સ કરવામાં આવી રહયા છે. જેમાં આવા અજીબો ગરીબ કિસ્સાઓ મળી રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે