દમણ: બંધ રૂમમાં ત્રણ યુવાનોના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ

દમણના ભીમપોર ગામમાંથી ત્રણ યુવકોના શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ભીમપોર ખાતે ગામમાં આવેલી એક ખાનગી કંપનીમાં ત્રણ યુવાનો એક સાથે નોકરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક સાથે ત્રણ યુવકોના એક બંધ રૂમમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી છે.

દમણ: બંધ રૂમમાં ત્રણ યુવાનોના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ

જય પટેલ/દમણ: દમણના ભીમપોર ગામમાંથી ત્રણ યુવકોના શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ભીમપોર ખાતે ગામમાં આવેલી એક ખાનગી કંપનીમાં ત્રણ યુવાનો એક સાથે નોકરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક સાથે ત્રણ યુવકોના એક બંધ રૂમમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી છે. 

બંધ રૂમમાં ત્રણ યુવાનો બહાર ન આવતા રૂમનો દરવાજો તોડીને અંદર જોતા ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. યુવકોની હત્યા થઈ છે કે આત્મહત્યા તેના વિશે ઘણી અટકળો જોવા મળી રહી છે. યુવકોનું મોત ઝેરના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે પરંતુ આત્મહત્યા છે કે હત્યા તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે

બપોરના સુમારે દમણના ભીમપોરા વિસ્તારમાં આવેલી લાલુભાઈની ચાલીમાં એક બંધરૂમમાં યુવકોના મૃતદેહ હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે એફએસએલની મદદ લઇને ત્રણેય યુવકોના મોત ક્યા કારણોથી થયા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ યુવાનોની હત્યા કરી છે કે, આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news