થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો

મહારાષ્ટ્રના પુણેના ચાકનમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ગરબા રમતા હતા ત્યારે અચાનક એક વ્યક્તિને ચક્કર આવ્યા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો

ઝી બ્યુરો/અમદાવાદ: નવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. ત્યારે મહારાષ્ટ્રના પુણેના ચાકનમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ગરબા રમતા હતા ત્યારે અચાનક એક વ્યક્તિને ચક્કર આવ્યા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પુણેના ચાકણ વિસ્તારમાં બની છે. આ ઘટનામાં ગરબા ડાન્સર અશોક માળીને હાર્ટ એટેક આવ્યો હતો અને કમનસીબે તેમનું મોત થયું હતું. અશોક માળી ચાકણ વિસ્તારમાં બાળકોના જૂથ સાથે ગરબા ડાન્સ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક ચક્કર આવતા અને ભાંગી પડ્યા હતા. જે બાદ થોડી જ ક્ષણોમાં તેમનું મોત થયું હતું. મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના સમયમાં હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે... ભૂખ્યા પેટે ગરબા ન રમવા જોઈએ.. ગરબા રમતા પહેલા પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. લાંબા રાઉન્ડ રમવાના બદલે ટૂંકા રાઉન્ડ રમવા જોઈએ. વિરામના સમયે પણ પાણી અથવા ઠંડા પીણા પીવા જોઈએ. રમતા સમયે જ્યારે પણ એવું લાગે છે કે છાતીમાં થોડો પણ દુખાવો થઈ રહ્યો છે તો તરત જ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ.

શ્વાસની લંબાઈ ઘટવા માંડે અને મોઢેથી શ્વાસ લેવો પડે એવી સ્થિતિ થાય તો તરત જ આરામ કરવો જોઈએ.. નવરાત્રી દરમિયાન ઓછામાં ઓછી છ કલાકની તો ઊંઘ લેવી જ જોઈએ.. થોડા થોડા સમયે ખોરાક લેવો જોઈએ.. દરેક ખેલૈયા હોય એ આ સમયે વધુ પડતા શ્રમનું કાર્ય ટાળવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news