દીપડાને પકડવા વાંદરાનું પાંજરુ મુકનાર વન વિભાગની ટીમ પર દીપડાનો હુમલો, ગામલોકોએ બચાવ્યા
Trending Photos
* ગાબટમાં દીપડો પકડવા આવેલી રેસ્ક્યુ ટિમ ઉપર દીપડાએ કર્યો હુમલો
* આણંદથી દીપડો પકડવા આવી છે વન વિભાગની ટિમ
* દીપડાના હુમલામાં રેસ્ક્યુ ટીમનો કર્મચારી ઈજાગ્રસ્ત
* બાયડના ગાબટમાં વહેલી સવારથી દેખાયો છે દીપડો
બાયડ : ગુજરાતમાં દિપડાનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ગીરસોમનાથ, જુનાગઢ, અરવલ્લી સહિતનાં અનેક મોટા જંગલ ધરાવતા જિલ્લાઓમાં દીપડાઓનો ત્રાસ જોવા મળે છે. ગુજરાતના જંગલ આચ્છાદિત વિસ્તારોમાં દીપડાને કારણે આસપાસનાં ગામોના લોકો જીવ હથેળીમાં લઇને ફરતા હોય તેવો અનુભવ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીપડો એક એવું જંગલી પ્રાણી છે જે ખુબ જ ચપળ અને ડરપોક પ્રકારનું હોય છે. તે અકારણ પણ માનવ પર હુમલો કરે છે. જ્યારે સિંહની બાબતે તે ક્યારે પણ માણસ પર હુમલો નથી કરતો. ખુબ જ પરેશાન કરવામાં આવે અથવા તો પહેલાથી ખીજાયેલો હોય તેવી સ્થિતીમાં જ તે માણસ પર હુમલો કરે છે.
જો કે હવે દીપડાઓ બેખોફ બનતા જાય છે. હાલમાં જ અરવલ્લીનાં ગાબટ ગામે દિપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં સદનસીબે તે વ્યક્તિ બચી તો ગઇ હતી પરંતુ તેને છાતી તથા બાવડાના ભાગે પંજા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક વનતંત્ર દોડી આવ્યું હતું. દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે દીપડાએ રેસક્યુ ટીમ પર પણ હુમલો કર્યો હતો.
બીજી તરફ દીપડો ખુબ જ હિંસક હોવાની સાથે ચપળ પણ હતો. તે વન વિભાગનાં પાંજરે પણ નહોતો પુરાયો અને ઉપર જતા સ્થાનિક વન વિભાગની ટીમ પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે તેને પકડવા માટે આણંદની નિષ્ણાંતોની ટીમ બોલાવવામાં આવી હતી. જેણે દિપડાને પાંજરે પુરવા માટે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. જો કે દીપડો ઉંડી ઝાડીમાં ગુમ થઇ જતા હાલ નિષ્ણાંતોની ટીમ પણ દીપડાની રાહ જોઇ રહી છે. તો બીજી તરફ ગામના લોકો મોટા પ્રમાણમાં એકત્ર થઇ જતા વનતંત્રને તકલીફ પડી રહી છે. કારણ કે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા કોલાહલનાં કારણે દીપડો આવે તેવી શક્યતા ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે