બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ચાલ્યું બુલડોઝર, 96 બાંધકામો તોડી પડાયા, ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સતત બીજા દિવસે બેટ દ્વારકામાં તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને 6 જેટલા બાંધકામો તોડી પડાયા છે. આગામી બે દિવસ હજુ પણ દબાણ હટાવો કાર્યવાહી ચાલી શકે છે.
Trending Photos
દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું છે. બેટ દ્વારકાના બાલાપરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આજે 96થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. કોમર્શિયલ અને સરકારી જમીન પર બુલડોઝર ચાલ્યું છે. તંત્ર દ્વારા સતત બીજા દિવસે બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આશરે 16,300 ચોરસ મીટર વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.
સતત બીજા દિવસે દબાણો પર ચાલ્યું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ફરી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આજે તંત્ર દ્વારા 96થી વધુ મકાનો ધરાશાયી કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રેવેન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીનમાં થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. શનિવારથી બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે આગામી બે દિવસ સુધી હજુ ચાલી શકે છે.
ગેરકાયદેસર દબાણો દૂર કરાશે
બેટ દ્વારકામાં તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાલાપાર વિસ્તારમાં તંત્રએ ગેરકાયદેસર દબાણો દૂર કરી સરકારી જમીન ખાલી કરાવી છે. આશરે નવ કરોડ રૂપિયા જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું બેટ દ્વારકા સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વનું સ્થળ છે. સરકાર દ્વારા 2022ના ઓક્ટોબર મહિનામાં પણ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમયે પણ લાખો ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં તંત્રએ આશરે 262 જેટલા દબાણો દૂર કર્યાં હતા. જેમાં આશરે 7.59 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે