ઢબુડીમાતાને પંચમહાલ જિલ્લામાંથી પણ મળ્યો ખુલ્લો પડકાર, 1 કરોડની ઓફર

પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતી સંસ્થાએ કહ્યું કે, જો ઢબુડી માતા ચમત્કાર સાબિત કરી બતાવે તો તેઓ તેને રૂ.1 કરોડ રોકડા આપશે અને તેની વાજતે-ગાજતે શોભાયાત્રા પણ કાઢશે. 
 

ઢબુડીમાતાને પંચમહાલ જિલ્લામાંથી પણ મળ્યો ખુલ્લો પડકાર, 1 કરોડની ઓફર

પંચમહાલઃ પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતી સંસ્થાએ કહ્યું કે, જો ઢબુડી માતા ચમત્કાર સાબિત કરી બતાવે તો તેઓ તેને રૂ.1 કરોડ રોકડા આપશે અને તેની વાજતે-ગાજતે શોભાયાત્રા પણ કાઢશે. સંસ્થાએ પોતાના લેટરપેડ પર આ પડકાર આપતી જાહેરાત કરી છે. 

તાજેતરમાં જ 25 ઓગસ્ટના રોજ ઢબુડી માતાનો મહીસાગરના લિમડિયા ચોકડી પાસે ગાદી દર્શનનો એક પ્રોગ્રામ હતો. એ સમયે પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણનું કાર્ય કરતી હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન નામની સંસ્થાએ જાહેરાત કરી હતી. સંસ્થાની જાહેરાત પછી ઢબુડી માતાએ એ કાર્યક્રમ રદ્દ કર્યો હતો.  

હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશનના સંચાલકે આ અંગે જણાવ્યું કે, "ઢબુડી માતા કે દુનિયાનો એક પણ વ્યક્તિ એવું સાબિત કરાવે કે તે ચમત્કાર કરી શકે છે તો અમારી છેલ્લા 10 વર્ષથી ચેલેન્જ છે કે અમે તેને રૂ.1 કરોડ આપીશું. દુનિયામાં એવી કોઈ બાબત છે જ નહીં કે જે ચમત્કાર સર્જી શકે. આપણી એક સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ છે કે કોઈ ચમત્કારિક શક્તિ કે કોઈના આશિર્વાદ જ આપણને સફળતા અપાવી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં આવી કોઈ માન્યતા જ નથી. એટલા માટે જ ત્યાં માણસ પોતાના સ્વબળે આગળ વધે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે જાહેરાત કરી હતી કે પોતાને ઢબુડી માતા બનાવનાર વ્યક્તિ તેનામાં ચમત્કાર કરવાની શક્તિ છે તેવું અમારી હાજરીમાં સાબિત કરે અને અમે તેને ચકાસી લઈએ તો અમે તેને રૂ.1 કરોડ આપવા તૈયાર છીએ. અમે તેની શોભાયાત્રા કાઢવાની પણ ઓફર કરી હતી. આવા બાવાઓ સમાજને ગેરમાર્ગે દોરે છે. લોકો આવા લોકોની ભ્રમણામાં સપડાઈ જઈને પોતાનું નુકસાન કરી બેસે છે."

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news