રાજ્યભરમાં મચ્છરજન્ય રોગોનો ભરડો, દમણમાં ડેન્ગ્યુથી બેના મોત
રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દમણમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી બેના મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા બે યુવા કામદારોના શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયા છે.
Trending Photos
જય પટેલ/વલસાડ: રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દમણમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી બેના મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા બે યુવા કામદારોના શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયા છે.
મહત્વનું છે કે, દમણમાં 4 જેટલા યુવાનોના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 2ના મોત થયા છે અને એકને સુરત સિવિલમાં સારવાર હેઠળ અને 1 યુવાને દમણમાં સારવાર લઇ કરવામાં આવી રહી છે. એકજ કંપની માંથી 4 કેસ પોઝિટિવ આવતા અને તેમાથી 2ના મોત થતા આરોગ્ય વિભાગે કંપનીમાં તપાસ હાથ ધરી છે.
જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 3 કંપનીઓને 5 હજારનો કર્યો દંડ કરવામાં આવ્યો છે. કંપનીઓ માંથી ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા આરોગ્ય વિભાગે કરી લાલ આંખ કરી છે. એક તરફ દમણ પ્રશાસન સ્વચ્છતાના બણગા ફૂંકે છે, તો બીજી તરફ આ યુવાનોના મોત પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે