સુરત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી; દોઢ વર્ષના બાળકના મૃતદેહને રીક્ષામાં લઈ જવો પડ્યો!
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ ક્યાંક અનેકો વખત કોઈના કોઈ વિવાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં આવતી જ હોય છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમના કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી છે. દોઢ વર્ષના બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ લઈ જવા માટે એમ્બ્યુલન્સ આપવાની મનાઈ કરી હતી. બાળકના મૂર્તદેહને રીક્ષામાં જ સ્મશાન ભૂમિ લઈ જવાની નોબત પડી હતી. ઝી 24 કલાકની ટીમના દયાને આવતા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ ક્યાંક અનેકો વખત કોઈના કોઈ વિવાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં આવતી જ હોય છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીએ દોઢ વર્ષના બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ લઈ જવા એમ્બ્યુલન્સ આપવાની મનાઈ કરી દેવાય હતી. શહેરના પાંડેસરા ખાતે આવેલ વડોદગામમાં રહેતા ચિંતામણી પ્રજાપતિ નો દોઢ વર્ષનો બાળક દિપક રમતા રમતા ત્રીજા માળેથી નીચે ફટકાયો હતો.સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું
બાળકના મૂર્તદેહને પોસ્ટમોર્ટમ અર્થ પીએમ રૂમમાં લાવામાં આવ્યો હતો. પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ભૂમિ લઈ જવા એમ્બ્યુલન્સ ની જરૂરત હતી.જે પીએમ રૂમમાં જ કામ કરતા એક કર્મચારીએ તેમને એમ્બ્યુલન્સ ન હોવાનું કહી બહારથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાના જણાવ્યું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ બાળકના મૃતદેહને સ્મશાન ભૂમિ લઈ જવા રીક્ષા કરવા પહોંચ્યા હતા. પરંતુ બે થી ત્રણ રીક્ષા ચાલકે પણ મૂર્તદેહને સ્મશાન ભૂમિ લઈ મનાઈ કરી દીધી હતી. આખરે એક રીક્ષા ચાલક રાજી થતા રિક્ષા લઈને પરિવારના લોકો પીએમ રૂમ આવી પહોંચ્યા હતા
દરમિયાન બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા રીક્ષા તકી લઈ જવામાં આવતા અમારા 24 કલાકના રિપોર્ટરની નજર પડતા તેઓ તાત્કાલિક તેમની જોડે પહોંચ્યા હતા. અને બાળકના પરિવારે અમારા પ્રતિનિધિને સમગ્ર હકીકત જણાવી હતી. અમારા ઝી 24 કલાકના પ્રતિનિધિએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી મૃતકના બાળકને સ્મશાન ભૂમિ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી
ઝી 24 કલાકની ટીમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કર્યા બાદ સિવિલ તંત્ર દોડતું થઈ ગયું હતું.તાત્કાલિક CMO સહિતના કર્મચારીઓ પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં જ નવી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પીએમ રૂમ ખાતે દોડી આવી હતી. અને બાળકના મૃત દેને અંતિમ સંસ્કાર કરવા સ્મશાન ભૂમિ લઈ જવામાં આવ્યા હતા
મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલ માટે કરોડોનું ફંડ ફાળવવામાં આવ્યો છે.ધારાસભ્ય,સાંસદોએ નવી સિવિલ હોસ્પિટલમાં આવા ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલસની પણ ફાળવી કરી છે એમ છતાં સિવિલ હોસ્પિટલના કર્મચારી દ્વારા જ ગરીબ મજૂરના બાળકના મૃતદેહ ને અંતિમ સંસ્કાર માટે લઈ જવા એમ્બ્યુલન્સની મનાઈ કરી દીધી હતી. ઝી 24 કલાકની ટીમને જોઈને તંત્ર દોડતું થઈ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી બાળકના મૃત દેને અંતિમ સંસ્કાર કરવા લઈ જવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે