જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ પંથકમાં ભૂકંપના આંચકા, ઘરની બહાર નિકળ્યા લોકો

જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. 

Trending Photos

જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ પંથકમાં ભૂકંપના આંચકા, ઘરની બહાર નિકળ્યા લોકો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. સૌરાષ્ટ્રમાં આવેલા માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે સાંજે 6.20 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.5 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 

પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. માળીયા હાટીના પંથકમાં તથા આસપાસના ગામડાઓમાં આંચકો આવ્યો હતો. વંથલી, કેશોદમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news