નરેશ પટેલ માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીનું સ્ફોટક નિવેદન
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :‘મને ભરોસો છે નરેશ પટેલ ભાજપ સાથે રહેશે..’ આ મોટું નિવેદન આપ્યું છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ... નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની વાત વચ્ચે પૂર્વ મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. વિજય રૂપાણીએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજકારણમાં જોડાવું કે નહીં તે નિર્ણય નરેશભાઈનો હોય શકે. પરંતુ પણ નરેશભાઈ ભૂતકાળમાં ભાજપ સાથે હતા અને આગળ પર રહેશે તેવો મને વિશ્વાસ છે.
નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં દરેક પક્ષ નરેશ પટેલને પોતાનામાં લાવવા માટે રીતસરની હોડ લગાવી રહ્યાં છે. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના મત મેળવવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી નરેશ પટેલને પોતાનામાં લાવવા માંગે છે. વાત એ છે કે, નરેશ પટેલ જે પણ પક્ષમાં જશે તેના માટે ડાર્ક હોર્સ સાબિત થશે. ખોડલધામના પ્રણેતા હોવાની સાથે તેઓ પાટીદાર સમાજ પર મોટુ પ્રભુત્વ ધરાવે છે.
પાંચ રાજ્યોમાં કમળ ખીલતા હાલ ગુજરાતમાં ખુશીનો માહોલ છે. ગુજરાત ભાજપનું એકમાત્ર મિશન વિધાનસભાની ચૂંટણી છે. રાજકોટ કાર્યાલય ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મન મૂકીને હોળી રમ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રંગોત્સવમાં મગ્ન જોવા મળ્યા હતા. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતું કે, ભાજપ નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. મને ભરોસો છે નરેશ પટેલ ભાજપ સાથે રહેશે..
નરેશ પટેલને લઈને દિલીપ સંઘાણીનું નિવેદન, તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે
રાજકોટમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અગાઉ હાર્દિક પટેલે સમાજનો ઉપયોગ કરી રાજકારણ કર્યું હતું તેની હાલત શુ થઈ સૌ કોઈ જાણે છે. હવે બીજા હાર્દિક પટેલ ન બને તેવી આશા છે. નરેશ પટેલ હાર્દિક પટેલવાળી ન કરે તો સારું. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે ખૂબ જ આદર આપું છું. રાજકીય પક્ષના નામે હાર્દિક પટેલે મોટું રાજકારણ કર્યું હતું. આજે હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે. સમાજને બીજા હાર્દિક પટેલ જેવી સ્થિતિ થાય. મારો મત નરેશભાઈના અંતર આત્મા કહેશે ત્યાં જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે