નકલી કોર્ટના નકલી જજ પર અનેક મોટા ખુલાસા : ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યા

Fake Judge In Gujarat : ગુજરાતમાં નકલીના કારોબારે તો હદ કરી... નકલી કચેરી, અધિકારી બાદ નકલી કોર્ટ... નકલી જજે અમદાવાદ કોર્પોરેશનને પણ છેતર્યું... વડોદરાની સરકારી જમીન બનાવી ખાનગી... જજ હુકમ કરતો રહ્યો અને અધિકારી ઊંગતા રહ્યા
 

નકલી કોર્ટના નકલી જજ પર અનેક મોટા ખુલાસા : ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યા

Gandhinagar New : ગુજરાતમાં તમે નકલીનો કાળો કારોબાર ઘણી સમયથી જોતા આવ્યા છો. નકલી વસ્તુ તો જોઈ જ હશે. તો થોડા સમય પહેલા નકલી અધિકારી વિશે જોયું હશું. તો નકલી કચેરી અને નકલી પોલીસ વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય નકલી કોર્ટ અને નકલી જજ જોયા છે? ક્યારેય સાંભળ્યું ન હોય કે ક્યારેય જોયું ન હોય તેવું ગાંધીનગર સામે આવ્યું છે. જ્યાં આખી કોર્ટ નકલી મળી અને જજ પણ નકલી મળ્યા. શું છે આ નકલી કોર્ટની કાળી કહાની? 

  • નકલી કોર્ટના નકલી જજ પર અનેક ખુલાસા
  • ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યા 
  • અમદાવાદ કોર્પોરેશનને પણ નકલી જજે ન છોડ્યું
  • AMC વિરુદ્ધ કર્યો હતો જમીનનો ઓર્ડર 
  • વડોદરામાં પણ કર્યો હતો જમીનનો ખેલ 

આ શખ્સનું નામ છે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન. પોલીસમાં પકડમાં રહેલા આ શખ્સે એવા એવા કાંડ કર્યા છે કે તેની કોઈ કલ્પના પણ ન કરી શકે. નકલી કોર્ટ ઉભી કરીને આ નકલી જજે અને મોટા જમીન કૌભાંડ કર્યા છે. અનેક એકર સરકારી જમીનો સગેવગે કરી છે. હવે વધુ કેટલાક ખુલાસા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને લઈ થયા છે. આ નકલી જજે અમદાવાદ કોર્પોરેશનને પણ છોડ્યું નથી. AMCને પણ ચુનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. નારોલ શાહવાડીના 5 સર્વે નંબરના બારોબાર ઓર્ડર કર્યો હતા. વર્ષ 2018માં મોરિસે કુલ 2.47 ચોરસ મીટર જગ્યાના ઓર્ડર કર્યા હતા. નકલી જજ મોરિસે AMC વિરુદ્ધ ખોટો ઓર્ડર કર્યો હતો. AMC સામેના લાભાર્થી વિન્સેન્ટ કારપેન્ટરની તરફેણમાં ખોટો ચુકાદા આપ્યો હતો...

નકલી જજના કારનામા 

  • આ નકલી જજે અમદાવાદ કોર્પોરેશનને પણ ન છોડ્યું 
  • AMCને પણ ચુનો લગાવ્યો હોવાનું સામે આવ્યું 
  • નારોલ શાહવાડીના 5 સર્વે નંબરના બારોબાર ઓર્ડર કર્યો હતા
  • 2018માં મોરિસે 2.47 ચોરસ મીટર જગ્યાના ઓર્ડર કર્યા હતા
  • નકલી જજ મોરિસે AMC વિરુદ્ધ ખોટો ઓર્ડર કર્યો હતો
  • લાભાર્થી વિન્સેન્ટ કારપેન્ટરની તરફેણમાં ખોટો ચુકાદા આપ્યો હતો

2018ના આ કેસમાં સૌથી મોટી વાત તો એ છે કે અમદાવાદ કોર્પોરેશન ઊંગતું ઝડપાયું છે. હવે જ્યારે નકલી જજના અનેક ખુલાસા થયા છે ત્યારે જે 5 સર્વે નંબરનો ચુકાદો આ નકલી જજ મોરિસે આપ્યો હતો તેને શોધવા માટે AMCની ટીમ નીકળી હતી. એસ્ટેટ વિભાગના ઇન્સ્પેકટર અને સર્વેયર વિવાદિત સર્વે નંબરની ઓળખ માટે નીકળ્યા હતા. જો કે હજુ સુધી એ પ્લોટની ઓળખ થઈ શકી નથી. હા જો કે સર્વે નંબર 117 અને 118ની ઓળખ કરવામાં AMCના અધિકારીઓને સફળતા મળી છે. 

નકલી જજ મોરિસના કારનામાથી અમદાવાદ કોર્પોરેશન તો નથી બચી શક્યું. ત્યાં વધુ એક ખુલાસો વડોદરાથી પણ થયો છે. વડોદરા નજીક આવેલા કોટાલી ગામની સરકારી જમીન પચાવવા માટે પણ મોરિસે કારસો રચ્યો હતો. આ બોગસ જજે બોગસ હુકમ કર્યો અને કોટાલીની સરકારી જમીન ખાનગી થઈ ગઈ. વિશ્વામિત્રી નદી પર બ્રિજના એપ્રોચ માટે જમીન સંપાદન કરી હતી. આ બોગસ જજના ઓર્ડરને માન્ય રાખી સર્કલ ઓફિસરે પણ નોંધ પાડી દીધી હતી. જો કે 2019નું આ કૌભાંડ છે કે 2023માં તે વખતના નાયબ કલેક્ટરે ઉજાગર કરીને મોટો ખુલાસો કર્યો હતો.

નકલી જજના કારનામા  

  • કોટાલી ગામની સરકારી જમીન પચાવવા મોરિસનો કારસો
  • બોગસ હુકમ કર્યો અને સરકારી જમીન ખાનગી થઈ ગઈ
  • વિશ્વામિત્રી નદી પર બ્રિજના એપ્રોચ માટે જમીન સંપાદન કરી હતી
  • બોગસ ઓર્ડરને માન્ય રાખી સર્કલ ઓફિસરે પણ નોંધ પાડી દીધી હતી

આ નકલી જજ ઘણા વર્ષોથી પાટનગર ગાંધીનગરમાં પોતાના કાળા કામ કરતો હતો...પરંતુ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે સીટી સિવિલ કોર્ટે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સામે આવ્યું કે, આ નકલી જજે બાબુજી છનાજી ઠાકોર નામના અરજદારની તરફેણમાં ખોટો હુકમ કર્યો હતો. બાબુજી ઠાકોરનો પાલડી વિસ્તારમાં સરકારી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાબતે સમાધાન લાવવા માટે બાબુજી ઠાકોરને મોરિસે વિશ્વાસમાં લઈને આરબીટ્રેશનની કામગીરી શરૂ કરી હતી. સમાધાન પ્રક્રિયાના અંતે આર્બિટ્રેટર તરીકે મોરીસે કથિત રીતે વિવાદિત 12 હજાર વારની જમીન અંગે હુકમ તૈયાર કરી તેની દરખાસ્ત સિવિલ કોર્ટમાં મોકલી હતી. આ દરખાસ્તમાં 12 હજાર વાર જમીનમાંથી 2 હજાર વાર જમીન બાબુજીને આપવા માટે ભલામણ કરી હતી. આ દરખાસ્ત જ્યારે સાચી કોર્ટમાં પહોંચી તો લાગ્યું કે ગડબડ થઈ છે. કોર્ટની તપાસમાં ઓર્બિટ્રેટર મોરીસે જાણીજોઈને ભૂલ કરી હોવાનું ધ્યાને આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

કેવી રીતે થયો પર્દાફાશ?  

  • બાબુજી છનાજી ઠાકોરની તરફેણમાં ખોટો હુકમ કર્યો હતો
  • બાબુજી ઠાકોરનો પાલડીમાં સરકારી જમીન બાબતે વિવાદ ચાલતો હતો
  • મોરિસે વિશ્વાસમાં લઈને આરબીટ્રેશનની કામગીરી શરૂ કરી હતી
  • 12 હજાર વારની જમીનનો હુકમની દરખાસ્ત સિવિલ કોર્ટમાં મોકલી હતી
  • 2 હજાર વાર જમીન બાબુજીને આપવા માટે ભલામણ કરી હતી

ગુનાહિત ઈતિહાસ ધરાવતા મોરિસે અનેક લોકોને છેતર્યા છે. સામાન્ય લોકોની સાથે તેણે અનેક સરકારી સંસ્થાઓ પણ છેતરી છે. તેના એક એક કાંડનો ખુલાસો થઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આગળ શું નવા ખુલાસા થાય છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news