ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક નવો આવિષ્કાર! એરંડાના પાકમાં કરાયું નવું સંશોધન, પાક થઈ જશે ડબલ
મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના મહિલા પ્રોફેસર ભૂમિ પટેલ એ કૃષિ ક્ષેત્રે વિશેષ સંશોધન કર્યું છે. ગુજરાતમાં અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું ઉત્પાદન સૌથી વધુ થાય છે..
Trending Photos
તેજસ દવે/મહેસાણા: કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધનો થતા હોય છે અને ખેતી વધુ સમૃદ્ધ બને એવા પ્રયાસો થઈ રહ્યા છે. આ સ્થિતિમાં મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના મહિલા પ્રોફેસર ભૂમિ પટેલ એ કૃષિ ક્ષેત્રે વિશેષ સંશોધન કર્યું છે. ગુજરાતમાં અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, એરંડા કે જે દિવેલા તરીકે જાણીતા છે તેમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ભૂમિ પટેલ એ સફળતા પૂર્વક સંશોધન કર્યું છે.
એરંડા એવા દિવેલાના પાકમાં બ્લેક સ્પોટ તરીકે જાણીતો કાળિયારનો રોગ થાય છે અને આ રોગના કારણે એરંડાના પાકનું ઉત્પાદન ઘટે છે અને નબળી ગુણવત્તા વાળા એરંડાનું ઉત્પાદન થાય છે. આ એરંડામાં થતા રોગને નાબૂદ કરવા માટે પ્રોફેસર ભૂમિ પટેલ એરંડાના મૂળિયામાંથી ખાસ પ્રકારના બેકટેરિયા ઉપર વૈજ્ઞાનિક રીતે કામ કર્યું છે અને જે બેક્ટેરિયાના એરંડામાં થતા રોગને નિવારવા પ્રયોગ કરવામાં આવતા તેમાં સફળતા મળી છે.
આમ એરંડામાં થતા બેક્ટેરિયા અને તેના કારણે એરંડામાં થતા રોગને રોકવા એ જ બેક્ટેરિયાનો ઉપયોગ કરી રોગચાળો મટાડયો છે અને હવે એ જ બેક્ટેરિયામાંથી ખાતર બનાવવા માટે સંશોધન શરૂ કરાયું છે. કૃષિ ક્ષેત્રે એરંડાના પાકમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનથી એરંડાનું ઉત્પાદન તો વધશે જ પણ સાથોસાથ ગુણવત્તા યુક્ત એરંડાનું ઉત્પાદન કરવામાં હવે સફળતા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે