'ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, વર્લ્ડ ટેરર કપ શરૂ થશે', અમદાવાદીઓના મોબાઈલ પર ખાલીસ્તાની આતંકી દ્વારા ધમકી

Gurpatwant Singh Pannu :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 4 ઓકટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ પહેલા જ ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા હુમલાની ધમકી આપવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે. 

'ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, વર્લ્ડ ટેરર કપ શરૂ થશે', અમદાવાદીઓના મોબાઈલ પર ખાલીસ્તાની આતંકી દ્વારા ધમકી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદીઓના મોબાઈલ પર ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા ધમકી આપતો રેકોડેડ કોલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાંન્ચ એ ફરિયાદ નોંધી મૂળ સુધી પહોંચવા તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આયોજન થનાર વર્લ્ડ કપની મેચનો પણ ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પ્રિરેકોર્ડેડ વોઇસ ક્લિપ ફરતી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી. 

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 29, 2023

તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે. પન્નુનો ઓડિયો તેના સમર્થકો અલગ-અલગ આઈડી પરથી વાઇરલ કરી રહ્યા છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો

આવો સાંભળીએ શું છે ઓડિયો ક્લિપિંગમાં?
India on 5th October from Modi Stadium in Ahmedabad it will not be start of World Cricket Cup this will be the beginning of World Terror Cup. Shikhs for Justice is going to use and storm Ahmedabad with Khalistan flag. We are going to take revenge of Shaheed Nijjars assassination. We are going to use ballot against your bullets. We are going to use vote against your violence. Remember 5th October it will not be World Cricket Cup it will be the beginning of World Terror Cup. Message is from Gurpatwant Singh Pannun After the General Counsel

વિદેશના એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભરી ઓડિયો ક્લિપ અમદાવાદમાં જુદા-જુદા વ્યક્તિ ઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ગુરપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલિસ્તાન ચળવળ ના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ ના નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા ભારત દેશની એકતા-અખંડિતતા ને નુકસાન થાય અને લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારની અને ચીમકી આપતા જુદા-જુદા વીડિયો અને ટિપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને x ટ્વિટર ઉપર આવા વીડિયો અને ટિપ્પણીઓ કરી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરું કરી ગુનો કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા પણ ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ બંને કેસની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ અને કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. 

સાયબર ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી એ મેચ અંગે પૂછતા જણાવ્યું હતું કે રમવા જઈ રહેલી મેચ તમામ સુરક્ષા અને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે અને રાબેતા મુજબ જ મેચ ન આયોજન થશે ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ એ ગંભીર કલમો સાથે આતંકી ગુરપતવંતસિંહ પન્નુ સામે ફરિયાદ નોંધીને એ તપાસ શરુ કે ઈચ્છે કે આ જે રેકોર્ડ કરેલા કોલ ઇન્ટરનેટના ક્યાં માધ્યમથી આવ્યા છે. આ કોલ મોકલવાનું સર્વરનું મૂળ ક્યાં છે. ભારત કે ભારત બહાર આ સહીત ગુજરાતમાં લોકલ કોણ કોણ મદદ કરી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news