સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકતે વિદેશ મંત્રી, માણ્યો નર્મદાનો અદ્ભૂત નજારો
નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર આવેલા છે. ત્યારે આજે તેઓએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા હાજર રહ્યા હતા
Trending Photos
જયેશ દોશી, નર્મદા: નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર આવેલા છે. ત્યારે આજે તેઓએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા હાજર રહ્યા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટના વિવ્યુઇગ ગેલેરી પર પહોંચી નર્મદાનો અદભુત નજારો માણ્યો અને સ્ટેચ્યુની અંદર બનાવેલા થેયટરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવની ઝાંખી ચિત્ર જોયું હતું. સરદારની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને તેમનો અભિપ્રાય રિવ્યુ બુકમાં લખ્યો હતો. જેમાં સરદારની પ્રતિમાને નવા ભારતનું સિમ્બોલ બતાવ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરનારાઓને અભિનદ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લામાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રિય વિદેશ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી ડૉ. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાક ઘર ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને પોસ્ટ ઓફિસ વિભાગના અન્ય અધિકારઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળામાં સંતોષ ચોકડી પાસે સ્વામિ નારાયણ મંદિર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આ સેવાઓ ખુલ્લી મુકાઈ હતી. સુરત પોસ્ટ ઓફિસના નેજા-કાર્યક્ષેત્ર હેઠળ આ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત રહેશે. દૈનિક 25 જેટલી એપોઇન્ટમેન્ટની સાથે શરૂ થનારી આ સેવામાં તબક્કાવાર એપોઇન્ટમેન્ટની સંખ્યામાં વધારો થશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબસાઇટ www.passportindia.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે અને નિયત ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.
ઓનલાઇન એપોઇન્ટમેન્ટની કામગીરીનો 12મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1:00 વાગ્યાથી પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે વિદેશમંત્રી બન્યા બાદ આ પ્રથમ POPS કેન્દ્રનું મેં ઉદ્ઘાટન કર્યું છે. નર્મદા જિલ્લો એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ છે એને મોડલ ડિસ્ટ્રીકટ બનાવવાનો અમારો પ્રયાસ રહેશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે